ધોરણ 12માં 94ટકા સાથે પાસ થયેલા વર્ષિલે મોહમાયા છોડી સંયમનો માર્ગ અપનાવ્યો

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 3:04 PM IST
ધોરણ 12માં 94ટકા સાથે પાસ થયેલા વર્ષિલે મોહમાયા છોડી સંયમનો માર્ગ અપનાવ્યો
સુરતઃ ધો.12 સામાન્ય પ્રવાહ(કોમર્સ)માં 99.99 પર્સેન્ટાઇલ સાથે ઉતીર્ણ થનારા વર્ષિલ શાહએ દિક્ષા ગ્રહણ કરી છે.તમામ મોહમાયા છોડી સંયમનો માર્ગ અપનાવ્યો છે.અમદાવાદમા રહેતો વર્ષિલ શાહએ હાલમા જ ધોરણ 12સામાન્ય પ્રવાહમાં 99.99 પ્રસેન્ટાઇલ સાથે બોર્ડમા 94 ટકા મેળવ્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 3:04 PM IST
સુરતઃ ધો.12 સામાન્ય પ્રવાહ(કોમર્સ)માં 99.99 પર્સેન્ટાઇલ સાથે ઉતીર્ણ થનારા વર્ષિલ શાહએ દિક્ષા ગ્રહણ કરી છે.તમામ મોહમાયા છોડી સંયમનો માર્ગ અપનાવ્યો છે.અમદાવાદમા રહેતો વર્ષિલ શાહએ હાલમા જ ધોરણ 12સામાન્ય પ્રવાહમાં 99.99 પ્રસેન્ટાઇલ સાથે બોર્ડમા 94 ટકા મેળવ્યા હતા.વર્ષિલે દીક્ષા ગ્રહણ કર્યા બાદ મુનિ શ્રી સુવિર્યરત્ન વિજયજી મહારાજ સાહેબથી ઓળખાશે.

sauam

જીવનની કારકીર્દી બનાવવાને બદલે વર્ષિલે સંયમનો માર્ગ અપનાવ્યો હતો. ગુરુવારે વહેલી સવારે વર્ષિલની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી. આ શોભાયાત્રામા વર્ષિલના પિતા સહિત પરિવારજનો ઢોલ નગારાના તાલે ઝુમી ઉઠયા હતા. નાચતા-ગાતા વરઘોડો અડાજણ સ્થિત પ્રમુખ સ્વામી મહારાજના ડોમમા પહોંચ્યો હતો.

જ્યા હાજર તમામ લોકોએ વર્ષિલના આશીર્વાદ લઇ તેના આ સંયમના માર્ગને વધાવી લીધો હતો. જૈન સમુદાયના યુવાને આટલા સારા પરિણામ સાથે કારકીર્દિ બનાવવાના બદલે જે રીતે સંયમનો માર્ગ અપનાવ્યો છે તેને લઇને સૌ કોઇમા અનેરી ખુશી જોવા મળી હતી. વર્ષિલને રાજાશાહી રીતે દિક્ષાના સ્થળ સુધી પહોંચાડવામા આવ્યો હતો. જ્યા જૈન મુનિઓ દ્વારા જૈન ગ્રથોનું વાંચન કરીને વર્ષિલની દિક્ષા સમારોહની વિધિ શરુ કરી હતી.મુળ અમદાવાદના પાલડી વિસ્તારમાં વર્ષિલ શાહ રહે છે. તેની દીક્ષા સુરતમાં પૂજ્ય કલ્યાણરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં યોજાઈ હતી. જેમા સુરત સહિત અમદાવાદ, મુંબઇથી શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં પ્રસગમાં હાજર રહ્યા હતા.વર્ષિલના પિતા અમદાવાદ આઇટી વિભાગમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. ઉચા ટકા આવ્યા હોવા છતાં પણ વર્ષિલે સંયમનો માર્ગ અપનાવી જૈન સાધુ બનવાનો નિર્ણય કર્યો છે. આજે વહેલી સવારે વર્ષિલની શોભાયાત્રા કાઢવામાં આવીહતી.

 
First published: June 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर