સુરત શહેર અનેક વિધ રેકોર્ડ બનાવવા માટે પ્રખ્યાત છે ત્યારે સુરતમાં વધુ એક રેકોર્ડ બન્યો છે. વાત જાણે એમ છે કે, 8 લાખની દુકાનનો દસ્તાવેજ રૂ.1.81 લાખમાં તૈયાર થયાનો રેકોર્ડ બન્યો છે. 200 અમેરિકન ડાયમંડથી બનાલા આ દસ્તાવેજ બનતા ચાર મહિના જેટલો સમય લાગ્યો છે. આ દસ્તાવેજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુકમાં પણ નોંધણી કરાવવામાં આવશે. આ ઉપરાંત વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં પણ નામ નોંધાવાશે.
મળતી માહિતી પ્રમાણે સુરતમાં સૌ પ્રથમ વખત કોઇ મિલકની ચાંદીના દસ્તાવેજથી નોંધણી કરાવામાં આવશે. અલથાન સબ રજીસ્ટર કચેરીમાં આ મીલકતની નોંધણી કરવામાં આવશે. આ વિસ્તારમાં આવેલી રીટા ચાંકડની આઠ લાખની દુકાનનો દસ્તાવેજ ચાંદીથી બનાવવામાં આવ્યો છે. ચાંદીના દસ્તાવેજથી આ દુકાનની નોંધણી પણ કરાવવામાં આવશે.
આ દસ્તાવેજમાં 200 અમેરિકન ડાયમંડ ઉપરાંત 2.600 ગ્રામ ચાંદી, 10 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે. આ દસ્તાવેજને બનાવવા માટે 4 મહિનાનો સમય લાગ્યો છે. જે કુલ રૂ.1.81 લાખમાં તૈયાર થયો છે. આમ ડાયમંડ નગરીમાં અનોખી રીતે દસ્તાવેની નોંધણી કરાવવામાં આવશે. આ ઉપરાંત આ દસ્તાવેજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુકમાં પણ નોંધણી કરાવવામાં આવશે. આ ઉપરાંત વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં પણ નામ નોંધાવાશે.