Home /News /south-gujarat /Surat News: વર્લ્ડ બેંકની ટીમ કરશે સુરતની મુલાકાત, રિવ્યુ પછી તાપી રિવરફ્રન્ટ માટે આપશે 1400 કરોડની લોન

Surat News: વર્લ્ડ બેંકની ટીમ કરશે સુરતની મુલાકાત, રિવ્યુ પછી તાપી રિવરફ્રન્ટ માટે આપશે 1400 કરોડની લોન

સુરતના લોકોને મહાનગરપાલિકાની અલગ અલગ યોજનાઓ લઈને મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે.

Surat Tapi Riverfront: તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કુલ 4 હજાર કરોડનો છે. 4 હજાર કરોડમાંથી પ્રથમ ફેઝમાં કોઝવેથી કઠોર સુધી તાપી નદીના બંને છેવાડે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરાશે. પહેલા ફેઝ માટે 1 હજાર 991 કરોડનો ખર્ચ થશે. જે માટે સુરત મનપાએ વર્લ્ડ બેંક પાસેથી 1400 કરોડની લોન લેશે.

વધુ જુઓ ...
સુરત (Surat)માં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક (World Bank)ની ટીમ સુરત આવશે. સુરત મહાનગરપાલિકા (Tapi Riverfront) દ્વારા વર્લ્ડ બેંક પાસે 1400 કરોડની લોન લેવાની છે. જેને લઇને વર્લ્ડ બેંકની ટીમ કોઝ-વેથી કઠોર સુધી તાપી નદીનું નિરીક્ષણ કરવા માટે સુરત આવશે. મહત્વનું છે કે વિશ્વ બેંકની ટીમ પાલિકાના વિવિધ પ્રોજેકટોનું રિવ્યૂ કરશે અને પાલિકાની નાણાકીય સ્થિતિનો તાગ મેળવશે ત્યારબાદ લોન મંજૂર કરશે.

વર્લ્ડ બેંકની ટીમ 9 મે થી 14 મે નારોજ સુરત આવશે

મહત્વનું છે કે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કુલ 4 હજાર કરોડનો છે. 4 હજાર કરોડમાંથી પ્રથમ ફેઝમાં કોઝવેથી કઠોર સુધી તાપી નદીના બંને છેવાડે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરાશે. પહેલા ફેઝ માટે 1 હજાર 991 કરોડનો ખર્ચ થશે. જે માટે સુરત મનપાએ વર્લ્ડ બેંક પાસેથી 1400 કરોડની લોન લેશે. જો કે લોન મંજૂર થાય તે પહેલા વર્લ્ડ બેંકની ટીમ 9 મે થી 14 મે નારોજ સુરતમાં આવશે.



વિશ્વ બેંકનાં 23 પ્રતિનિધિમાંથી 12 પ્રતિનિધીઓ સુરત આવશે

તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ ફેઝ બનાવવા માટે કુલ 1991નો ખર્ચ થનાર છે. જેમાંથી 1400 કરોડની લોન વર્લ્ડ બેંક પાસેથી લેવામાં આવશે, જ્યારે બાકીના ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મનપા ભોગવશે. મહત્વનું છે કે ફેઝ-1માં સિંગણપોર વિયરથી કઠોર બ્રીજ સુધી તાપી નદીના બંને કાંઠા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું આયોજન છે. વર્લ્ડ બેંકના રીવ્યુ બાદ સુરતના આપવામાં આવનારી લોનને લઈ સુરતનો વિકાસ ખૂબ જ ઝડપથી વધશે.

આ પણ વાંચો- Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલની મરાઠી પ્રમુખની ટિપ્પણી પર હર્ષ સંઘવીનું નિવેદન

સુરતના લોકોને મહાનગરપાલિકાની અલગ અલગ યોજનાઓ લઈને મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. એવામાં વિશ્વ બેનના 23 પ્રતિનિધિઓ સુરતના મહેમાન બન્યા બાદ સુરત માટે મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. એવામાં આગામી દિવસમાં સુરતને કેટલો ફાયદો થાય તે જોવાનું રહ્યું.
Published by:Rakesh Parmar
First published:

Tags: Gujarati news, Suicide in Tapi River, Surat Corporation, Surat news