સુરત: શહેરના અમરોલી છાપરા ભાઠા રોડ સ્થિત શ્રીરામનગરમાં આવેલા સાડીના ગોડાઉનમાં શુક્રવારે બપોરે સાડા બારેક વાગ્યાના આરસામાં સ્ટોન લગાડવા માટે સાડીઓ લેવા ગયેલી પરિણીતાનો ઍકલતાનો લાભ ઉઠાવી ગોડાઉન માલીકે તેના ઉપર દાનત બગાડી ગોડાઉનનો દરવાજા અંદરથી બંધ કરી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ગોડાઉન માલીક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ છાપરા ભાઠા રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનની ૨૩ વર્ષીય માતા પોતાના પતિને આર્થિક રીતે મદદ કરવા માટે ધર નજીક શ્રીરામનગર સોસાયટીમાં આવેલા સાડીના ગોડાઉનમાંથી મજુરી ઉપર સ્ટોન લગાડવા માટે ઘરે સાડીઓ લાવતી હતી.
જોકે પરિણીતા છેલ્લા ત્રણ દિવસથી જ સાડીઓ ગોડાઉનમાંથી સાડી લાવીને કામ કરવાનું સાહરુ કર્યું હતું, આ દરમિયાન ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યાના આરસામાં પણ પરિણીતા ગોડાઉનમાં સાડી લેવા માટે ગઈ હતી, ત્યારે સાડીના ગોડાઉન માલીક અલ્પેશ ગૌસ્વામી આ મહિલા પર છેલ્લા ત્રણ દિવસથી દાનત બગડી હતી અને જયારે ગતરોજ માલ લેવા આવી ત્યારે આ મહિલાની ઍકલતાનો લાભ ઉઠાવી તેને નવી સાડીઓ આવે છે પછી આપુ હોવાનુ કહી ગોડાઉનમાં બેસાડી રાખી હતી. અને ત્યારબાદ દરવાજા બંધ કરી પરિણીતાને તેના પતિ સંતાનને મારી નાંખવાની ધમકી આપી બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો.
જો કે આ ઘટના અંગે પરિણીતાએ પરિવારમાં કે પોલીસમાં જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે ગભરાયેલી પરણિતા પહેલા ત્યાંથી ઘરે પાછી ફરી હતી અને બધી ઘટના પોતાના પતિને કહેતા પતિએ હિંમત આપી મહિલાને પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ મથકે લઇને ગયો હતો, જ્યાં મહિલાએ સાડીના વેપારી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે આ માલિકની ફરિયાદ લઇને ગુનો દાખલ કરી આરોપી અલ્પેશ ગૌસ્વામી પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસમાં ફરિયાદ થયાનું માલુમ પડતા સાડીનો વેપારી ભાગી છૂટ્યો હતો, પણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કરી દીધા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર