સુરતમાં ફરી મહિલા ગેંગનો આતંક, ચાદરની આડમાં કરે છે હાથફેરો

News18 Gujarati
Updated: April 24, 2019, 10:42 PM IST
સુરતમાં ફરી મહિલા ગેંગનો આતંક, ચાદરની આડમાં કરે છે હાથફેરો
મહિલા ગેંગના સીસીટીવી ફૂટેઝ

સુરતના વરાછામાં એ.કે. રોડ ઉપર આવેલી મેડીકલનું ચાદરની આડમાં શટર તોડીને દુકાનમાં પ્રવેશ કરીને મેડિકલમાં ચોરી હતી. હતી.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે તાજેતરમાં મહિલા ગેંગનો આતંક વધી રહ્યો છે. આ મહિલા ગેંગ ચાદરની આડમાં દુકાનોમાં પ્રવેશ કરીને ચોરી કરી ફરાર થઇ જાય છે. મહિલા ગેંગે સુરત પોલીસના નાકમાં દમ કરી દીધો છે. તાજેતરમાં એક સીસીટીવી બહાર આવ્યા છે જેમાં મહિલા ગેંગની કાળી કરતૂત સામે આવી હતી. મહિલા ગેંગે વરાછામાં આવેલા એ.કે. રોડ ઉપરની મેડિકલમાંથી ચોરી કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ચાદર ગેંગ તરીકે ઓળખાતી મહિલા ગેંગ ચાદરની આડમાં દુકાનોમાં પ્રવેસીને હાથફેરો કરતી હોય છે. સુરતના વરાછામાં એ.કે. રોડ ઉપર આવેલી મેડીકલનું ચાદરની આડમાં શટર તોડીને દુકાનમાં પ્રવેશ કરીને મેડિકલમાં ચોરી હતી. હતી. મેડિકલમાંથી રૂ. 10 હજારની ચોરી કરીને મહિલાઓ ફરાર થઇ ગઇ હતી. આ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધી છે. સુત્રોના જણાવ્યા પ્રમામે આ મહિલા ગેંગ દ્વારા એક સાથે છ સાત મહિલાઓ શટર પાસે બેશીને ચાદર ઓઢીને શટર તોડે છે.

સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે પ્રમાણે મેડિકલના શટર પાસે આશરે છ સાત મહિલાઓ આવીને બેસી જાય છે. ત્યારબાદ બધી મહિલાઓ લાઇનમાં ગોઠવાઇ જાય છે. થોડીવાર રાહ જોઇને ત્રણ મહિલાઓ બહારની બાજુમાં ચાદર ઓઢે છે અને ત્રણ ચાર મહિલાઓ અંદરની બાજુમાં શટર ઉંચું કરે છે. એક નાની ઉંમરની મહિલા શટર વચ્ચે થયેલી ઓછી જગ્યામાંથી દુકાનમાં પ્રવેશ કરે છે. અને ટોર્ચની મદદથી મહિલા મેડિકલમાં હાથફેરો કરે છે. પોતાનું કામ પૂર્ણ થતાં મહિલા બહાર આવી જાય છે અને બધી મહિલાઓ ત્યાંથી ફરાર થઇ જાય છે.

આ મેડિકલની બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજમાં મહિલા ગેંગની કરતૂત કેદ થઇ ગઇ હતી. આ અંગે મેડિકલ માલિકે પોલીસમાં ફિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલા ગેંગની ઓળખ કરીને ગેંગને પકડવાની તજવીજ હાથધરી છે.
First published: April 24, 2019, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading