સુરતના વરાછામાં મહિલા ચલાવતી જુગાર ક્લબ, 10 મહિલાની ધરપકડ

News18 Gujarati
Updated: September 26, 2018, 9:31 PM IST
સુરતના વરાછામાં મહિલા ચલાવતી જુગાર ક્લબ, 10 મહિલાની ધરપકડ

  • Share this:
સુરતઃ વરાછા વિસ્તારમાંથી જુગાર રમતી 10 મહિલાને પોલીસે પકડી પાડીને રૂપિયા 50000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સામાન્ય રીતે શ્રાવણ અને જન્માષ્ટમીમાં વરાછામાં જુગાર રમાતો હોય છે જેમાં મહિલાઓ પણ સામેલ હોય છે. પણ હવે તો સામાન્ય દિવસોમાં પણ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ જતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

મહિલા સંચાલિત જુગારની ક્લબ

વરાછાના કાપોદ્રા વિસ્તારમાં માતાવાડીમાં આવેલા લક્ષ્મીનગરમાં મહિલાઓ જુગાર રમી રહી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં અને 10 મહિલાને જુગાર રમતા પકડી પાડી હતી. પોલીસે દરોડા પાડતા મહિલાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ મહિલા જુગાર એક મહિલા દ્વારા જ ચલાવવામાં આવતો હતો. પોલીસ તમામ મહિલાઓની ધરપકડ કરી હતી. અને 50 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
First published: September 26, 2018, 9:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading