Home /News /south-gujarat /Surat: રાંદેરમાં ઇંડાની લારીવાળાથી મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ, ધારી ધીરને જોતો, જાહેર શૌચાલયમાં પણ પાછળ ઘુસી જતો
Surat: રાંદેરમાં ઇંડાની લારીવાળાથી મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ, ધારી ધીરને જોતો, જાહેર શૌચાલયમાં પણ પાછળ ઘુસી જતો
પ્રતિકાત્મક તસવીર
surat crime news: રાંદેર વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં રહેતી દરેક મહિલાઓ પર સની દાનત બગાડતો હતો અને મહિલાઓને ઘુરી ઘૂરીને જાયા કરતો હતો. છેલ્લા બે વર્ષથી સનીે મહિલાઓને સોસાયટીમાંથી બહાર નીકળવાનું હરામ કરી નાખ્યું હતું.
સુરતઃ સુરત શહેરના (surat city news) રાંદેર વિસ્તારમાં (rander news) નવયુગ કોલેજ પાસે રહેતા યુવકે છેલ્લા બે વર્ષથી સોસાયટીની મહિલાઓમાં (women) નાકે દમ કરીને મૂકી દીધો હતો. સોસાયટીમાં રહેતી મહિલાઓ ઘરની બહાર નીકળતી એટલે આ હવસખોર યુવક તેણીને ઘુરી ઘૂરીને જાવાની સાથે તેણીના ફોટાઓ અને વીડિયો પણ ઉતારતો હતો. આ મામલે સ્થાનિક મહિલાઓએ અનેકવાર તેણીની પત્નીને પણ ફરિયાદ (women complaints) કરી હતી પરંતુ આ યુવક સુધારવાનું નામ લેતો ન હતો. જાકે ગતરોજ એક મહિલાએ બે વર્ષ બાદ હિંમત કરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો (molestation complaints) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સુરત રાંદેર નવયુગ કોલેજની સામે બોમ્બે કોલોનીમાં રહેતો 26 વર્ષીય સની વસાવા સોસાયટીની બહાર જ ઈંડાની લારી ચલાવતો હતો. બોમ્બે કોલોનીમાં રહેતી દરેક મહિલાઓ પર સની દાનત બગાડતો હતો અને મહિલાઓને ઘુરી ઘૂરીને જાયા કરતો હતો. છેલ્લા બે વર્ષથી સનીે મહિલાઓને સોસાયટીમાંથી બહાર નીકળવાનું હરામ કરી નાખ્યું હતું. મહિલાઓ સોસાયટીની બહાર જાય એટલે તેમની પાછળ પાછળ જઇ તેણીને હેરાન પરેશાન કરતો હતો.
આ મામલે ગતરોજ બોમ્બે કોલોનીમાં જ રહેતી 30 વર્ષીય પરિણીતાએ હિંમત કરી રાંદેર પોલીસ ચોકીમાં સની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સની તેણીને હેરાન પરેશાન કરતો હતો.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે જે પરિનિત્ય પોતાના ઘરની સામે આવેલ એસએમસીના જાહેર શૌચાલયમાં જાય ત્યારે તે તેની પાછળ અંદર ઘુસી જતો હતો. આ ઉપરાંત પરિણીતા ડાયમંડ ખાતામાં મજૂરી કામ કરતી ત્યાં પણ તે હેરાન કરવા આવતો હતો.
પરિણીતા ઘરની બહાર નીકળે ત્યારે પણ તે તેણીની સાથે આવી ફોટા પાડી વીડિયો ઉતારી હેરાન પરેશાન કરતો હતો. આ મામલે સ્થાનિક મહિલાઓએ સની વસાવાની પત્નીને પણ અનેકવાર ફરિયાદો કરી હતી. જાકે સની પત્નીની વાત પણ માનતો ન હતો.
બે વર્ષ બાદ અસહ્ના ત્રાસને પગલે આખરે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સની વસાવા સામે છેડતીનો ગુનો નોંધી તેને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. હાલ તો આ બનાવમાં પો.સ.ઇ એ.આર.માડમએ વધુ તપાસ હાથ ધરી છે.
" isDesktop="true" id="1125741" >
પતિ જ ખરાબ હોવાનું પોલીસ સમક્ષ પત્નીનું નિવેદન આ બનાવમાં સ્થાનિક મહિલાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. જાકે આ ફરિયાદમાં સાહેદ તરીકે આરોપી સની વસાવાની પત્ની જ હતી.
તેણીએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ સની જ ખરાબ છે. તે સોસાયટીમાં રહેતી મહિલાઓના ફોટા પાડી વીડિયો બનાવતો અને તેણીની છેડતી કરતો હતો. અવારનવાર સમજાવવા છતાં પણ તે કોઇ વાત માનતો ન હતો. હાલ તો પોલીસે સનીની પત્નીનું પણ નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.