થોડા સમય પહેલા જ એક મહંત દ્વારા દુષ્કર્મની ઘટના પ્રકાસમાં આવી હતી, ત્યારે ફરી એક વાર એક સ્વામી ચર્ચામાં છે. આ વખતે સુરતના ડભોલીમાં એક યુવતીએ સ્વામીનારાયણના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક વિગત પ્રમાણે સુરતના કતારગામ પાસે યુવતીએ ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે સ્વામીએ પૈસાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે. યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના અંગે સ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પોલીસે યુવતીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મળતાં જ પોલીસે પ્રાથમિક વિગતો નોંધી હતી, ત્યારબાદ આરોપી સ્વામીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. સુરતમાં સ્વામી દ્વારા દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ફરીએકવાર ભારે ચર્ચા જાગી છે.