સુરતઃ તાંત્રિકવિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ, ક્લીપ વાયરલ કરવાની આપી ધમકી

News18 Gujarati
Updated: January 4, 2019, 10:49 PM IST
સુરતઃ તાંત્રિકવિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ, ક્લીપ વાયરલ કરવાની આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
રાજ્યમાં દિવસેને દિવસે મહિલાઓના શોષણની ઘટનામાં વધારો થઇ રહ્યો છે, સુરતમાં ફરી એકવાર તાંત્રિક વિધિના નામે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે દુષ્કર્મ આચરનાર આરોપીએ ધમકી આપી હતી કે જો કોઇને કહીશ તો દુષ્કર્મની ક્લીપ અને ફોટા વાયરલ કરી દઇશ.

અહીં ક્લિક કરી વાંચો ઓનલાઇન દેહવ્યાપાર, વ્હોટ્સએપમાં યુવતીઓની તસવીરો, પછી રૂમ સુધી એસ્કોર્ટ સર્વિસ

પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના મહુલાના કુમકોતર ગામે એક તાંત્રિકે મહિલાનો ફાયદો ઉઠાવ્યો. તાંત્રિક વિધિના નામે મહિલાએ બે વર્ષ સુધી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું એટલું જ નહીં દુષ્કર્મની ક્લીપ બનાવી તાંત્રિકે બ્લેકમેલિંગ પણ કર્યું. વધુમાં મહિલાએ જણાવ્યું કે આરોપી તેને સાપુતારાની હોટેલમાં લઇ જતો હતો અને ત્યાં દુષ્કર્મ આચરતો હતો.

તાંત્રિક વિધિના નામે આચરવામાં આવેલા દુષ્કર્મની ફરિયાદથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, જો કે આવી પ્રથમ ઘટના નથી અગાઉ પણ આવી ઘટના સામે આવી ચૂકી છે. હાલ મહુવા પોલીસ દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published: January 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading