સુરતઃ ખતરો કે ખેલાડી મહિલાઓ, 14 ફૂટ ઊંચી દીવાલ ચઢી સ્ટેશન ઉપર જતાં Video viral

News18 Gujarati
Updated: September 22, 2019, 6:17 PM IST
સુરતઃ ખતરો કે ખેલાડી મહિલાઓ, 14 ફૂટ ઊંચી દીવાલ ચઢી સ્ટેશન ઉપર જતાં Video viral
વાયરલ વીડિયોની તસવીર

સુરત (surat)અશ્વની કુમાર રેલવે મુરડા ગેટ ગરનાળા પાસે આવેલા રેલવેના વર્ક શોપના દરવાજા પાસેની આ દીવાલ પર મહિલાઓ જીવ ના જોખમે ચઢી રેલવે લાઇન ઉપર જતી હોય છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ રેલવે સ્ટેશન (Railway station) પર મહિલાઓ જીવના જોખમે દીવાલ ચડી જાય છે. આમા મહિલાઓ જીવના જોખમે રેલવે વર્ક શોપની 14 ફૂટ ઉંચી દીવાલ ચઢી રેલવે સ્ટેશન પર જતાં હોવાનું વિડીયો (video) સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral) થતા તંત્ર દોડતું નથી.

આપ સૌએ ખતરો કે ખેલાડી ફિલ્મ (film) અને રીયાલીટી શો (Reality shows)તો જોયો જ હશે. જેમાં લોકો પોતાના જીવના જોખમે તમામ ટાસ્ક પુરા કરતા હોય છે. પરંતુ આવું જ કઈક દ્રશ્ય જાહેર જીવનમાં અને એ પણ સુરત શહેરમાં જોવા મળ્યું છે. સુરત (surat)અશ્વની કુમાર રેલવે મુરડા ગેટ ગરનાળા પાસે આવેલા રેલવેના વર્ક શોપના દરવાજા પાસેની આ દીવાલ પર મહિલાઓ જીવ ના જોખમે ચઢી રેલવે લાઇન ઉપર જતી હોય છે.

લગભગ આ તમામ મહિલાઓ આજુબાજુની મિલોમાં કામ કરતી મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે. લોકોનો આક્ષેપ છે કે આ રીતે વર્ષોથી લોકો અવર જવર કરતા દેખાયા છે. જે અંગે રેલવેના DMRને વારંવાર રજુઆત કરાઈ છે જોકે આ બાબતે રેલવેના કોઈ પણ અધિકારીઓ સાંભળવા તૈયાર નથી.

જાડા બાવા વિસ્તાર ને અડીને રેલ્વે પ્લેટફોર્મ નંબર 4 આવેલું છે ત્યાં રેલવે વિભાગે rcc wall બનાવેલી છે. તો પણ લોકો પ્લેટફોર્મ પર જવા માટે આવી રીતે ગ્રીલ પર ચડીને મહિલાઓ તેમજ પુરુષો મોટી સંખ્યામાં જીવના જોખમે અવરજવર કરે છે.

આ પણ વાંચોઃ-સુરત: રુપિયા ચૂકવ્યાં વગર જ 32 લાખનાં હીરા વેચવા લઇ ગયો, પછી ધમકી આપી

રેલવે વિભાગે તાત્કાલિક આ રસ્તો બંધ કરવો જોઈએ એવી લોકોએ માંગ કરી છે જો રેલવેની દીવાલ વધુ ઊંચી કરી દેવાઈ તો આ રીતે જીવ ના જોખમે અવર-જવર બંધ થઈ શકે છે. એટલું જ નહીં પણ આજુબાજુના વિસ્તારોમાં ચાલતા દારૂ-જુગાર ના અડ્ડા તેમજ ચરસ-ગાજો પણ ટ્રેન મારફતે હેરાફેરી કરી આ રસ્તે જ સિટીમાં ઘુસાડાતો હોવાનું જાણવા મળ્યું છે.તો દીવાલ ઉચી થવાની સાથે સાથે દારૂ અને નશાના પદાર્થોની ઘૂસણખોરી પણ અટકાવી શકાય છે. જો કે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા તંત્ર દોડતું થઇ ગયું હતું.
First published: September 22, 2019
વધુ વાંચો
अगली ख़बर