સુરતઃ મારામારીનો live video, કાપડના ગોડાઉનમાં ઘૂસી યુવકો અને મહિલાઓ ખુરશી અને પાઈપ વડે વેપારી ઉપર તૂટી પડ્યા

સુરતઃ મારામારીનો live video, કાપડના ગોડાઉનમાં ઘૂસી યુવકો અને મહિલાઓ ખુરશી અને પાઈપ વડે વેપારી ઉપર તૂટી પડ્યા
સીસીટીવી પરની તસવીર

પોલીસે સલમાન ઇમરાન સહિત મહિલાઓ મળીને નવ લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો.

  • Share this:
સુરતઃ શહેરમાં મારામારીની (surat fighting) ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ક્યાંક અસમાજીક તત્વો રસ્તાઓ ઉપર ઉતરીને મારા મારી કરતા તો ક્યાંક પારિવારક ઝઘડાઓના દ્રશ્યો પણ સુરતમાં ભુતકાળમાં સર્જાઈ ચૂક્યા છે. આવી જ એક વધુ ઘટના સુરતમાં કાપડ માર્કેટમાં બની હતી. સુરતમાં કાપડના ગોડાઉનમાં વેપારી (attack on treder) ઉપર હુમલા બાદ મારા મારી કર્યાના દ્રશ્યો સર્જાયા હતા. જે સીસીટીવીમાં કેદ (CCTV footage) થયા બાદ વાયરલ થયા હતા.

મળતી માહતી પ્રમાણે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા શૈત્રુજીવાડમાં મોહમ્મદ જુનેદ રાઈન પોતાના કાપડના ગોડાઉનમાં બેઠા હતા. આ સમયે મહિલાઓ સહિત કેટલાક લોકો ઘૂસી ગયા હતા. અને આડેધડ માર મારવા લાગ્યા હતા. યુવકો અને મહિલાના હાથમાં ખુરશી અને પ્લાસ્ટીકની પાઈપ વડે માર માર્યો હતો.માર માર્યા બાદ ઓફિસમાં તોડફોડ કરી હતી અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારીની સમગ્ર ઘટના ઓફિસમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે, અંગે વેપારી મોહમ્મદ જુનેદ રાઈને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સલમાન ઇમરાન સહિત મહિલાઓ મળીને નવ લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. વીડિયોમાં દેખાય છે એમ વેપારી પોતાની ઓફિસમાં બેઠા છે ત્યારે યુવકો અને મહિલાઓ ઓફિસમાં આવી પહોંચે છે. અને ઓફિસમાં આખેલી પ્લાસ્ટીકની ખુર્શીઓ અને પ્લાસ્ટીકની પાઈપ વડે વેપારી ઉપર તૂટી પડે છે અને વેપારીને માર માલવા લાગે છે.

આ પણ વાંચોઃ-

ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા પણ ફેમિલી કોર્ટ પરિસરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલા હરિઓમ નગરમાં રહેતી 24 વર્ષીય યુવતી રૂપાલી ઉર્ફે યુક્તિ દિપક પાટીલનાં લગ્ન મહારાષ્ટ્રનાં ધુલિયા જિલ્લાનાં શિંદખેડા તાલુકાનાં પીપ્રાળ ગામનાં 28 વર્ષીય દિપક નાનાસાહેબ પાટીલ સાથે થયા હતા. લગન બાદ બંન્ને વચ્ચે મનમેળ નહિ થતા બંનેવ વચ્ચે વારંવાર ઝગડા થતા હતા. જેને લઇને બંનેવે છૂટા થવાનું નક્કી કર્યું હતું. જોકે, રૂપાલી પિયરમાં રહેવા આવી ગઇ હતી અને સુરત ફેમિલી કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ કર્યો હતો.

આ પણ વાંચોઃ-

આ કેસમાં કોર્ટમાં હાજરી આપવા પતિ પત્નીનાં પરિવાર સાથે હાજર રહ્યાં હતા. જોકે, આ કેસમાં ખાધા ખોરાકી નક્કી કરી 20 હજાર આપવા માટેની વાત ચાલી રહી હતી. ત્યારે યુવતીનાં પિતાએ યુવકને તારા પિતાનો પગાર વધારે છે જેથી તારે 20 હજાર રૂપિયા ખાધા ખોરાકી આપવી પડશે, તેવી વાત કરતા યુવક ગુસ્સે ભરાયો હતો. જે બાદ તેણે યુવતીનાં પિતાને કહી દીધું હતું કે, તમે તમારી દીકરી મારી સાથે પરણાવી હતી મારા પિતા સાથે નહિ. મારી કમાણી ઓછીહોવાને કારણે હું 20 હજાર ખાધા ખોરાકી નહિ આપું.આ સાંભળતા યુવતીનાં પિતા ગુસ્સે ભરાયા હતા અને બંનેવ પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી શરુ થઇ ગઈ હતી. ફેમેલી કોર્ટમાં બે પરિવારે પાર્કિગમાં મારામારી કરવા લાગ્યા હતા. જે બાદ આખો મામાલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં યુવતીએ તેના પતિ દિપક અને સસરા નાનાસાહેબ સંતોષ પાટીલ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બીજી બાજુ યુવક દિપકે પત્ની રૂપાલી અને તેના પિતા સંજય દામુ ઠાકરે અને સુરેશ દામુ ઠાકરે વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Published by:Jay Mishra
First published:January 24, 2021, 23:55 pm

ટૉપ ન્યૂઝ