સુરતઃ ચોરીની અનેક ઘટનાઓ આજ સુધી જોઈ હશે પણ સુરતમાં અનોખી ચોરીની (OMG theft case) ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં રહેતી મહિલાઓ વાસણની દુકાન ઉપર જાય છે અને ત્યાં આગળ ભીડનો લાભ લઇને ચોરી કરીને ફરાર થઈ જાય છે. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થતા દુકાન માલિકે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં (social media) વાયરલ કર્યો છે.
ચોરીની અનેક ઘટનાઓ જોવા મળતી હોય છે ત્યારે મહિલાઓ પણ ચોરી કરતાં હવે પકડાતી નથી ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ચોરી કરવાની એક ઘટના સામે આવી છે. બે મહિલાઓ વાસણની દુકાન ઉપર જાય છે અને આ દુકાનની બહાર મૂકેલાં પહેલા તો આ બોક્ષમાં શું છે તેની તપાસ કરે છે.
અને ત્યારબાદ દુકાનદાર ગ્રાહકેમાં મજબૂત હોય છે તે દરમિયાન આ મહિલાઓ આ બે બોક્સ ચોરીને ગણતરીની મિનિટો બાદ ફરાર થઈ જાય છે જોકે આ ચોરીની ઘટના દુકાનદારના સીસીટીવીમાં કેદ થતા સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
કારણ કે મહિલાઓ જે પ્રકારે ચોરી કરે છે. બે મહિલાઓ કેમેરામાં દેખાય છે. તેમની સાથે એક બાળક હોવા છતાં મહિલાઓ જે પ્રકારે ચોરીની ઘટનાને અંજામ આપે છે. તેને લઈને દુકાનદાર અન્ય વાસણની દુકાનમાં મહિલાઓ ચોરીના કરે તે માટે આ વીડિયો વાયરલ કરી વેપારીઓને સચેત કરવાનો પ્રયાસ કર્યો છે.
વીડિયો વાયરલ જોતાની સાથે જ લોકો એક વાર માટે વિચારમાં પડી ગયા હતા કે મહિલાઓ આ પ્રકારની ચોરી કરે અને તેમાં પણ વાંચનની ચોરીને લઈને આવે લોકો એક બાજુ કોમેન્ટ કરી રહ્યા છે.
તો બીજી બાજુ આ મહિલાઓની હિંમતની દાત આપી રહ્યા છે. સામાન્ય પરિવારની દેખાતી આ મહિલાઓ જે પ્રકારે ચોરી કરી રહી છે. તેને લઈને આવે દુકાનદાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર