સુરત : મહિલાએ સ્ટાફની નજર ચૂકવી સોનાના બ્રેસલેટની ચોરી કરી, CCTVમાં થઈ કેદ
News18 Gujarati Updated: November 11, 2019, 5:14 PM IST

સુરત : મહિલાએ સ્ટાફની નજર ચૂકવી સોનાના બ્રેસલેટની ચોરી કરી, CCTVમાં થઈ કેદ
દુકાનદારે સીસીટીવીના આધારે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
- News18 Gujarati
- Last Updated: November 11, 2019, 5:14 PM IST
કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના શહેરના સરથાણા વિસ્તારમાં બનવા પામી છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ શ્રી હરિ જેવલર્સમાં એક અજાણી મહિલાએ સ્ટાફની નજર ચૂકવી સોનાના બ્રેસલેટની ચોરી કરી હતી. મહિલા જવેલર્સના સ્ટાફ ની નજર ચૂકવી બ્રેસલેટ બતાવના બહાને સોનાનું એક લાખથી વધુની કિંમતનું બ્રેસલેટ સ્ટાફની નજર ચૂકવી ચોરી કરે છે અને સ્ટાફની નજર થી બચીને ભાગી છૂટે છે. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી માં કેદ થઇ છે. દુકાનદારે સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના માલુમ પડી હતી.
આ ચોરીની ઘટના 1 નવેમ્બરના રોજ બની હતી. શો રૂમમાં અંદાજે 35 વર્ષની મહિલા કાળા કલરનો ટોપ અને લીલા કલરની ચુંદડી ઓઢીને આવી હતી અને ચેઈન-પેન્ડલ બતાવવા કહ્યું હતું. દરમિયાન મહિલાએ દુકાનમાં હાજર સ્ટાફની નજર ચૂકવી સોનાની ચેઈન અને પેન્ડલ ચોરી કરી લીધું હતું અને સ્ટાફને વાતોમાં રાખ્યા હતા.
આ પણ વાંચો - નવા આકર્ષણો બાદ દિવાળીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુલાકાતીઓમાં 50%નો વધારોઆ સમગ્ર ઘટનામાં દુકાનદારે સીસીટીવીના આધારે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને સરથાણા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર ગુનામાં પોલીસે મહિલા ક્યાં રહે છે કઈ ગાડી અથવા ક્યાં વાહનમાં આવી હતી તે સમગ્ર બાબતે તાપસ શરૂ કરી હતી અને તાત્કાલિક ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.