Home /News /south-gujarat /

સુરત: જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં પીડિતાએ કર્યું સમાધાન

સુરત: જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં પીડિતાએ કર્યું સમાધાન

ભાજપનાં પૂર્વ ઉપાધ્યક્ષ જંયતિ ભાનુશાલી સામે સુરતની પરણિત યુવતીએ નોંધાયેલા દુષ્કર્મ કેસની ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં પીડિતાએ નિવેદન નોંધાવ્યું છે

પીડિતાએ નિવેદન લખાવતાં જણાવ્યું હતું કે આ કેસમાં આગળ કોઇ કાર્યવાહી કરવી નથી. અમારૂં સમાધાન થઇ ગયું છે.

    કચ્છ જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ, અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપનાં પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલી સામે સુરતની યુવતીએ નોંધાયેલા દુષ્કર્મ કેસની ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં પીડિતાએ નિવેદન નોંધાવ્યું છે. આ ઉપરાંત પીડિતાએ ક્રાઇમ બ્રાંચમાં પણ સમાધાન કરવા માટેનું નિવેદન લખાવતાં જણાવ્યું હતું કે આ કેસમાં આગળ કોઇ કાર્યવાહી કરવી નથી. અમારૂં સમાધાન થઇ ગયું છે.

    ગઇ કાલે હાઇકોર્ટમાં આ અંગે અરજીની સુનાવણી સમયે દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા કોર્ટમાં હાજર રહી હતી. પીડિતાએ ભાનુશાળી સામેની અરજી રદ કરવા સામે પોતાને કોઈ વાંધો નથી તેવું સોગંદનામું આપ્યું હતું. તેણે ક્રાઇમ બ્રાન્ચમાં પણ નિવેદન નોંધાવ્યું હતું.

    જયંતિ ભાનુશાલી દુષ્કર્મ કેસમાં પીડિતા કલમ 164 મુજબનું નિવેદન નોંધવવા હાજર રહેતી ન હતી. તેણે હાજર ન રહેવા બીમારીનું કારણ જણાવ્યું હતું. પરંતુ કાલે તેણે પોતાનું નિવેદન નોંધાવીને આખા કેસ પર ઠંડુ પાણી ફેરવી દીધું હતું.

    શું છે આખો કેસ?

    સુરતની એક યુવતીએ જયંતિ ભાનુશાલી સામે સરથાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ મામલે સુરત ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી હતી. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેશન ડિઝાઇનિંગના કોર્ષમાં એડમિશન માટે તેણીના એક સગા મારફતે તેણીનો સંપર્ક જયંતિ ભાનુશાલી સાથે થયો હતો. જયંતિ ભાનુશાલીએ એડમિશન અપાવવાના બહાને તેને અમદાવાદ બોલાવી હતી અને ગાડીમાં બેસાડીને ગાંધીનગર તરફ લઈ ગયા હતા. રસ્તામાં તેમણે ગાડી ઉભી રાખીને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો બીભત્સ વીડિયો ક્લિપિંગ પણ ઉતારી લીધી હતી. આ ઉપરાંત અવાર નવાર તેણીને અમદાવાદ બોલાવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Jayanti Bhanushali, Married woman rape, ગુજરાત, બળાત્કાર, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन