સુરત : લૉકડાઉનમાં લટાર મારવા નીકળેલી મહિલાએ પોલીસ વાનને ટક્કર મારી, PSI અને ડ્રાઇવરને ઇજા


Updated: May 16, 2020, 2:14 PM IST
સુરત : લૉકડાઉનમાં લટાર મારવા નીકળેલી મહિલાએ પોલીસ વાનને ટક્કર મારી, PSI અને ડ્રાઇવરને ઇજા
સુરત પોલીસની ફાઇલ તસવીર

મહિલાએ ટક્કર મારતા પોલીસ વાનને 30,000 રૂપિયાનું નુકશાન, અન્ય કિસ્સામાં પોલીસ ખોટું સરનામું લખાવી ભાગતા પોલીસ ધંધે લાગ્યો

  • Share this:
કોરોના વાઇરસ લઈને લોકડાઉ ચાલી રહીયું છે ત્યારે કેટલાક લોકો લોકડાઉન વચ્ચે લોકો લટાર મારવા નીકળતા હોય છે ત્યારે આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે અને ગાડી ડિટેઇન કરતી પણ હોય છે તેવામાં ગતરોજ સુરતના પાલ રોડ લેમનગ્રાસ રેસ્ટોરન્ટ નજીક લોકડાઉનમાં બહાર નીકળેલી મહિલા કાર ચાલકે પોલીસ ને જોઈને ગાડી લઇને ભાગવા જતા  અડાજણ પોલીસ મથકની મોબાઈલ વાનને ટક્કર મારતા પીએસઆઇ અને ડ્રાઇવરને સામાન્ય ઇજા થઇ હતી. મહિલાની કારથી ટક્કર જોરથી લાગતાં મોબાઈલ વાનને રૂ.30,000 નું નુકશાન થતા અડાજણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોના વાઇરસ લઇને એક બાજુ લોકડાઉન ચાલે છે ત્યારે કેટલાક લોકો બિન જરૂરી લટાર મારવા નીકળતા હોય છે તયારે પોલીસ આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમના વાહન ડિટેઇન કરતા હોય છે ત્યારે આવીજ રીતે લટાર મારવા નીકળેલ મહિલા પોલીસ જોઈને ભાગવા જતાઅકસ્માત સર્જ્યો હતો અડાજણ પોલીસ મથકની અડાજણ ટુ મોબાઈલ વાન ગતસાંજે છ વાગ્યે પાલ રોડ લેમનગ્રાસ રેસ્ટોરન્ટ પાસે પેટ્રોલીંગમાં હતી કાર ( નં.-જીજે-05-આરજે-6304 ) ના ચાલક સંગીતાબેન જેરામભાઇ ખત્રી  પુરઝડપે અડાજણ ટુ મોબાઇલ તરફ આવ્યા હતા અને ડ્રાઇવર સાઇડના દરવાજા ઉપર ટક્કર મારી એક્સિડેન્ટ સર્જ્યો હતો.

આ પણ વાંચો :   સુરત : આજે એક સાથે 20 શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના થશે, 32,000 પરપ્રાંતીયો વતનની વાટે

ટક્કર ને લીધે મોબાઈલ વાનના ચાલક ચિંતનભાઇ અર્જુનભાઇ ઘોરપડે ને જમણા હાથે સાધારણ ઇજા થઈ હતી જયારે પીએસઆઇ પી.એન.પટેલને પગમાં મુઢમાર વાગ્યો હતો. ટક્કર એટલી જોરથી લાગી હતી કે તેને લીધે અંદાજે રૂ.30,000 નુ નુકશાન મોબાઈલ વાનને થયું હતું. જોકે, બનાવ અંગે મોબાઈલ વાનના ડ્રાઇવર ચિંતનભાઈએ લોકડાઉનમાં બહાર નીકળી અકસ્માત સર્જનાર મહિલા કાર ચાલક વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  સુરત : બંધ બોડીની ટ્રકમાં 20 શ્રમિકો ભરીને જતો ચાલક ઝડપાયો, વ્યક્તિદીઠ 3000 રૂ.માં પાડ્યો હતો સોદો

લટાર મારવા નીકળેલા યુવાનને પોલીસે અટકાવ્યો તો ખોટું સરનામું લખાવી ભાગ્યોકોરોના વાયરાને લઈએં લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં લોકો બિન જરૂરી લટાર મારવા નીકળતા હોય છે. ત્યારે પોલીસ આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમની ગાડી ડિટેઇન કરતી હોય છે ત્યારે ખટોદરા પોલીસ હદ વિસ્તરમાં એક ફોક્સ વેગન એમીયો કાર નં. જીજે-5 જેઆર-0114 ને અટકાવી ચાલક સુરેશ પરસોત્તમ પટેલ ને લોક્ડાઉન અંતર્ગત ઘરની બહાર નીકળવાનું કારણ પુછયું હતું. પરંતુ સુરેશ બિનજરૂરી ઘરની બહાર નીકળ્યો હોવાથી પોલીસે તેની કાર ડિટેઇન કરી આરટીઓ મેમો ફટકાર્યો હતો. જેથી સુરેશે ચાલાકી પૂર્વક પોલીસને કહ્યું હતું કે તમે મારી કાર ડિટેઇન કરો છો તો મારો સામાન છે તે કારમાંથી કાઢી લેવા દો એમ કહી કારની ચાવી લીધા બાદ કાર હંકારીને ભાગી ગયો હતો. જેને પગલે  ખટોદરા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
First published: May 16, 2020, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading