સુરતઃ સુરત શહેરમાં મહિલા અત્યાચારની (woman harassment) ઘટનાઓ સતત થઈ રહ્યો છે વધારો અને તેમાં પણ મહિલાઓનું શારીરિક શોષણની (woman Physical abuse) ફરિયાદ સતત પોલીસ મથકે નોંધાઈ રહી છે ત્યારે સુરતના ડિંડોલી (surat news) વિસ્તારમાં આવેલા નવાગામ ખાતે રહેતી પરિણીતાને લગ્ન કરવાનો ભરોસો આપી શારીરિક સંબંધ બાંધી તેનું (physical relation) શારીરિક શોષણ કરતો હતો. જોકે આ મહિલાએ લગ્ન માટે આ યુવક પર દબાણ કરતા યુવતીએ બીજા લગ્ન કરી લીધા હતા. અને જે રીતે મહિલા દબાણ કરતી હતી તેને લઈને તેને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેને લઇને શારીરિક શોષણનો ભોગ બનેલી આ મહિલાએ સમગ્ર મામલે સુરતના ડિંડોલી પોલીસ મથકના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે તેમાં પણ મહિલા અત્યાચારોની ફરિયાદોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને મહિલાઓ સાથે શારીરિક શોષણની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવાગામ ખાતેની નંદનવન સોસાયટીની બાજુમાં સ્વસ્તિક સોસાયટીમાં રહેતો પ્રકાશ અશોક આહિરે નામના યુવકે નજીકમાં રહેતી એક યુગ મહિલા સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
જોકે આ યુવકે આ મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધવાની શરૂઆત કરી હતીબીજા લગ્ન કરવાનો નથી અને તારી સાથે જ લગ્ન કરી તારા બાળકોનું પાલન પોષણ કરીશ તું મને તારો પતિ સમજ તેમ કહી મહિલાને પત્ની તરીકે રાખી ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. જેથી મહિલા તેના પર ભરોસો કરી તે પોતે તેના બાળકો સાથે પ્રકાશ સાથે રહેવા લાગી હતી.
ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાનો ભરોસો આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતાં જોકે આ યુવાન કેવી દિવસ પહેલા જ આ મહિલાને બીજા લગ્ન કરવા માગું છું અને તેને પણ સાથે રાખે તેવું કહી આ મહિલા સાથેના સંબંધો ચાલુ રાખવા જણાવ્યું હતું જોકે આ મહિલાએ લગ્ન માટે દબાણ શરૂ કરતા યુવક પ્રકાર છે અને મહિલાને ગાળો આપી તરછોડી દીધી હતી સાથે સાથે જો મહિલા તેનો વિરોધ કરશે.
તો તેને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બીજા લગ્ન કરી લીધા હતા જોકે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ દગો કરતાં મહિલાએ આ યુવક સામે સુરતના ડિંડોલી પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપી પ્રકાશ ને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર