સુરત : 'વિધિ કરાવશો તો ધંધો સારો ચાલશે', તાંત્રિકે પ્રસાદ ખવડાવી કતારગામની મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ


Updated: October 23, 2020, 9:42 AM IST
સુરત : 'વિધિ કરાવશો તો ધંધો સારો ચાલશે', તાંત્રિકે પ્રસાદ ખવડાવી કતારગામની મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ
પ્રતિકાત્મક તસવીર

'અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જાય એમ છે' કહી એકાંત વિધિના નામે પોત પ્રકાશ્યું, ભાવનગરમાં તાંત્રિક સામે બળાત્કારની ફરિયાદ થતા યુવતીએ હિમ્મત કરી

  • Share this:
સુરત : સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુસ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુસ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતી એ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત કરી કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સુરતના કતારગામ ખાતે રહેતી યુવતી પરિવારને સાડીમાં સ્ટોન લગાડીને આર્થિક રીતે મદદ કરતી હતી.જોકે તેનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને તેના પરિચિત દ્વારા તેને એક તાંત્રિક પાસે વિધિ કરવા માટે જાણકારી આપવામાં આવી હતી. જેને લઈને પોતાનો વેપાર સારો ચાલે તે માટે આ યુવતીનો પરિવાર 2017માં વડોદરાનો તાંત્રિક-જ્યોતિષ હિરેન પુરોહિત પાસે વિધિ કરાવવાથી વેપાર-ધંધો બરાબર ચાલશે.

એટલે 2017માં હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત બોલાવાયો હતો. તે યુવતીના ઘરે ગયો અને તેને કહ્યું કે, તેના પર માતાજીના આશિર્વાદ છે. કેટલાક જાદુ પણ કર્યા હતા. જેથી યુવતીના પરિવારજનો તેનાથી પ્રભાવિત થયા હતા. ઘરના તમામ સભ્યો પર તેણે વિધિ કરી હતી. હિરેને વિધિના રૂપિયા પણ લીધા હતા.  સૌથી છેલ્લે યુવતી  પર વિધિ કરવાના સમયે હિરેને કહ્યું કે, તેની વિધિ એકાંતમાં કરવી પડશે. જો, અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જાય એમ છે. એમ કહીને યુવતીને અલગ રૂમમાં બોલાવી હતી. ત્યાં તેની પર વિધી કરીને ઘેનવાળો પ્રસાદ ખવડાવ્યો હતો. તેથી યુવતી  બેહોશ થઈ ગઈ હતી.'

આ પણ વાંચો :  સુરત : BJP નેતા PVS શર્માના ઘરે આઈટી રેડ, અધિકારીઓને 10 બેન્ક લોકર, 3.5 લાખ રોકડા મળ્યા

યુવતીના આક્ષેપ મુજબ તે બેહોશ થઈ ત્યારે હિરેને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. જોકે  ઘટનાની જાણકારી મળતા યુવતીએ પોતાની આબરૂ બચાવી લેવા તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું, ત્યારે તાંત્રિકે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું.

યુવતીના પરિવારે યુવતીને તાંત્રિક સાથે લગ્ન કરવાની ના પાડી તો યુવતીએ ભાગી જવાની ધમકી આપી હતી. બાદમાં યુવતીએ તાંત્રિક સાથે લગ્ન કર્યા હતા. પછી ખબર પડી કે તાંત્રિક પહેલાથી પરણેલો છે અને વિવાદાસ્પદ છે. જેથી 2019માં ડિવોર્સ લઈ લીધા હતા.આ પણ વાંચો :  જેતપુર : 28 વર્ષના યુવકનો મૃતદેહ કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો, પોલીસ સાથે FSLની ટીમ દોડી આવી

જોકે આ તાંત્રિક વિરુદ્ધ હાલમાં ભાવનગર ખાતે એક મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ કરવામાં આવી તેવું આ યુવતીને ખબર પડતા આ યુવતીએ હિંમત કરી આ તાંત્રિક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ સુરતના કતારગામ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આ મેં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: October 23, 2020, 9:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading