સુરત : આઠ દિવસ પહેલા કામે રાખેલી કામવાળી 17 લાખનાં દાગીના ચોરી ફરાર

News18 Gujarati
Updated: November 27, 2019, 4:11 PM IST
સુરત : આઠ દિવસ પહેલા કામે રાખેલી કામવાળી 17 લાખનાં દાગીના ચોરી ફરાર
સીસીટીવી ફૂટેજ

રોકડા 10 હજાર અને 17 લાખના ડાયમંડ અને સોનાના દાગીના સાથે કુલ 17 લાખ 10 હજારની ચોરી કરી છે.

  • Share this:
સુરત : શહેરમાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વારા નજીકની આશિર્વાદ પાર્કમાં આવેલા જી-816 નંબરનાં મકાનમાંથી 17 લાખનાં દાગીના અને 10 હજાર રોકડાની ચોરી થઈ હતી. આ અંગે પોલીસે આઠ દિવસ પહેલા જ કામે લાગેલી કામવાળીની તપાસ હાથ ધરી છે.

શહેરનાં ઉમરા વિસ્તારનાં આશિર્વાદ પાર્કમાં આવેલા ફ્લેટ નંબર જી- 816માં રહેતા અને પ્રોપ્ર્ટી બ્રોકરનું કામ કરતાં શંભુનાથ પ્રહલાદરાય હિંમત સિંગકાના ઘરે કચરા પોતાનું કામ કરવા એક મહિલા આવતી હતી. આ મહિસા સંગીતા ઉર્ફે ભારતી બબલુ નિશાદ અને તેની બહેન પૂજા ઉર્ફે ટીના રાજુ પાસવાન રહે. ભટારમાંથી સંગીતાએ શંભુનાથનાં દીકરાનાં બેડરૂમમાં આવેલ લાકડાનાં ફર્નિચરવાળા કબાટને ચાવીથી ખોલી ડ્રોવરમાં રાખેલ રોકડા 10 હજાર અને 17 લાખના ડાયમંડ અને સોનાના દાગીના સાથે કુલ 17 લાખ 10 હજારની ચોરી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : વ્યાજખોરના ત્રાસથી વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં 11 લોકોનાં મોત

શંભુનાથે જણાવ્યું હતું કે, તેઓ પહેલા અલથાણ રહેતા હતાં. છેલ્લા છ મહિનાથી તેઓ સિટીલાઈટ રહેવા આવ્યા હતાં. દીકરાની ઘરે સંતાનનો જન્મ થયો હોવાથી કામવાળી શોધતા હતાં. તેમનો પૌત્ર ચાર મહિનાનો હોવાથી પત્ની અને પુત્રવધુને કામનું ભારણ ન રહે તે માટે કચરા, વાસણ અને પોતા માટે કામવાળી જોઈતી હતી. આ અંગે વોચમેનને કહ્યું હતું. વોચમેને સંગીતાની મુલાકાત કરાવી હતી. છ દિવસ પહેલા જ સંગીતા કામ પર લાગી હતી. કામ પર લાગી ત્યારથી સંગીતા તેની બહેન પૂજા ઉર્ફે ટીના રાજુ પાસવાનને સાથે લાવતી હતી. પૂજા પ્રેગનન્ટ હોય ઘરે એકલી ન મુકી શકીએ એમ કહીને તેને સાથે લાવતી અને સંગીતા કામ કરતી હોય તે દરમિયાન ઘરના સોફા પર પૂજા બેસી રહેતી હતી.

સંગીતાએ ચોરી કરી તે સમયે બપોરનાં 12થી એકની વચ્ચે કથિત રીતે પ્રેગનન્ટ પૂજાએ શંભુનાથની પત્નીને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતાં. જ્યારે શંભુનાથની પુત્રવધૂ બાળક રડતું હોય તેને શાંત કરવા અને તેને રમાડવામાં વ્યસ્ત હતી એ દરમિયાન જ સંગીતાએ ચાવી વડે કબાટ ખોલીને ચોરી કરી લીધી હતી. ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયેલા શંભુનાથને જાણવા મળ્યું હતું કે, આ મહિલાઓ વિરૂધ્ધ અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયા છે. ઉમરા પોલીસમાં આ મહિલાઓના ફોટો સહિતના કેસ નોંધાયેલા છે. ગુજરાતી અને બિહારી ભાષામાં વાત કરતી આ મહિલાઓના સીસીટીવી સહિતની વિગતો શંભુનાથે ઉમરા પોલીસને આપી છે. જેથી પોલીસે ચોરી કરનાર મહિલાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: November 27, 2019, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading