સુરત : બીડી પીવાની બાબતે ઠપકો આપતા મહિલાની કરપીણ હત્યા

News18 Gujarati
Updated: October 20, 2019, 1:55 PM IST
સુરત : બીડી  પીવાની બાબતે ઠપકો આપતા મહિલાની કરપીણ હત્યા
પ્રતીકાત્મક તસવીર

મહિલા પર બીડી પડતાં બબાલ થઈ હતી, ગણતરીના કલાકોમાં હત્યારો પોલીસની પકડમાં આવ્યો

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના (Surat) લાલગેટ (LalGate) પોલીસ મથક (Police Station) વિસ્તારમાં આવેલા રાની તળાવ ખાતે મોડી રાત્રે મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. બીડીનું ઠૂંઠૂ નાખવા બાબતે મહિલાએ (Woman) યુવકને ઠપકો આપતા તીક્ષ્ણ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ (Murdered) ઉતારી દેવામાં આવી હતી.જ્યાં ઘટના ની જાણકારી મળતા લાલગેટ પોલીસ (Police) સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તત્કાલિલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સને ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બનવાની વિગત એવી છે કે શહેરના સૈયદપુરા વિસ્તારના રાની તળાવ માછીવાડ ખાતે રહેતા અનિતાબેન સરવૈયાએ પાડોશમાં રહેતા પક્કી ઉર્ફે નારાયણ નામના યુવકને બીડીનું ઠૂંઠૂ નાંખવા બાબતે ઠપકો આપ્યો હતો. ઠપકો આપતા અનિતાબેન અને યુવક વચ્ચે સૌ પ્રથમ સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા યુવકે પોતાના ઘરમાંથી તીક્ષ્ણ ચપ્પુ લાવી અનિતાબેન ના પેટ અને પીઠ ના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.જેના કારણે અનિતાબેન જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : સુરત : ક્રાઇમ બ્રાન્ચમાં ડ્રાઈવરની નોકરી આપવાના બહાને BRTSના 3 ડ્રાઇવર સાથે ઠગાઈ

ઘટના ની જાણકારી મળતા લાલગેટ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.જ્યારે મહિલાની લાશને પોસ્ટ -મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હૉસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી.હત્યા ની આ ઘટનામાં વચ્ચે છોડાવવા પડેલો અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જેને ખાનગી હૉસ્પિટલ ખાતે સારવાર આપવાની ફરજ પડી હતી. જ્યારે હત્યારા પક્કી ઉર્ફે નારાયણને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મહિલાના મોતથી સરવૈયા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

 
First published: October 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading