Home /News /south-gujarat /મહિલા હોમગાર્ડ બંદોબસ્તમાંથી ઘરે આવ્યા અને પતિના મોતના સમાચાર મળ્યાં

મહિલા હોમગાર્ડ બંદોબસ્તમાંથી ઘરે આવ્યા અને પતિના મોતના સમાચાર મળ્યાં

મૃતક યુવક

રત્નાબેનને આજે સિવિલ હૉસ્પિટલમાં નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમના બંદોબસ્તમાં હતા.

    કિર્તેશ પટેલ, સુરત: પ્રધાનમંત્રી મોદીના જન્મદિનની ઉજવણીમાં ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ નોકરી પરથી ઘરે આવ્યાના દસ જ મિનિટમાં સમાચાર મળ્યા કે, તેમના પતિનું અવસાન પામ્યા છે.

    મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી રામેશ્વરનગર સોસાયટીમાં મનોજ આત્મારામ પાટીલ પરિવાર સાથે રહે છે. પત્ની રત્નાબેન હોમગાર્ડમાં ફરજ બજાવે છે.

    મનોજ પાટીલ ગતરાત્રે નાઈટ પાળીમાં બમરોલી તિરૂપતિ ઇન્ડસ્ટ્રીના લુમ્સ વિભાગમાં નોકરીએ ગયા હતા. રાત્રે 12 વાગે અચાનક લુમ્સના કારખાનામાં પડી ગયા હતા. સવારે સાથી કર્મચારીની નજર પડતા 108ને જાણ કરી હતી. મનોજને સિવિલ હૉસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

    મનોજના રહસ્યમય મોતના પગલે પોલીસે વધુ તપાસ કરી રહી છે. હાલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. મહિલા હોમગાર્ડને સમાચાર મળ્યા કે, તેમના પતિની તબિયત સારી નથી અને જ્યારે ઘરે પહોંચ્યા ત્યાં સમાચાર મળ્યા કે, તેમના પતિનું મૃત્યુ થઇ ચૂક્યું છે.

    રત્નાબેનને આજે સિવિલ હૉસ્પિટલમાં નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમના બંદોબસ્તમાં હતા.

    મનોજના લગ્ન 5 વર્ષ પહેલા રત્નાબેન સાથે થયા હતા. પાંચ વર્ષના લગ્નગાળામાં દંપતિને બે દીકરી અને એક દીકરો છે. પતિ મનોજના રહસ્યમય મોતના પગલે હોમગાર્ડ પત્ની પર સંતાનો સાસુ-સસરા સહિતનાની જવાબદારી આવી પડી છે. મનોજની માતાએ જણાવ્યું હતું કે, ગઇ કાલે, મનોજ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતો હતો છતાં તે રાત્રે કામ પર ગયો હતો.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Home guard, ગુજરાત, ગુનો, પોલીસ`, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन