ન્યૂઝ18ગુજરાતીઃ એક તરફ ગુજરાત સહિત વિશ્વમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી ચાલી રહી હતી. ત્યારે સુરતના અમરોલીની મહિલાએ સિવિલ કેમ્પસમાં પ્રવેશવા સાથે ઓટો રિક્ષામાં જ બાળકીને જન્મ આપ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અમરોલી ખાતેના ધરતીનગરમાં રહેતી 25 વર્ષીય અનિતા રામપ્રવેશને શુક્રવારે સવારે પ્રસૂતિની પીડા ઉપડી હતી. ત્યારબાદ અનિતાએ પતિ રામપ્રવેશ એક ઓટો રિક્ષામાં સિવિલ લઇ આવ્યો હતો. પરંતુ રિક્ષા સિવિલ કેમ્પસમાં પ્રવેશવાની સાથે જ અનિતાની રિક્ષામાં જ પ્રસૂતિ થઇ ગઇ હતી.
ત્યારબાદ ઓટો રિક્ષા ટ્રોમાસેન્ટર પાસે આવી પહોંચતા અહીંના તબીબો સહિતના નર્સિંગ સ્ટાફે રિક્ષામાં જ નાળ કાપવા સહિતની સારવાર આપી હતી. ત્યારબાદ તેણીને ગાયનેક વોર્ડમાં રિફર કરાઇ હતી.
પ્રથમ પુત્ર બાદ બીજી પુત્રીના જન્મથી રામપ્રવેશ સહિતના પરિવારમાં ખુશીનો માહોલ સછવાયો હોત. સગર્ભાઓ માટે જનની શિશુ સુરક્ષા, ચિરંજીવી યોજના જેવી જાત જાતની યોજનાઓ ચાલી રહી છે.
સગર્ભા મહિલાઓને 108 એમ્બ્યુલન્સ પ્રસૂતિ સમયે હોસ્પિટલ લઇ જવા માટે ઉત્તમ સુવિધા પુરી પાડવામાં આવે છે. પરંતુ હજી પણ લોકોમાં જાગૃતિનો અભાવ દેખાઇ રહ્યો છે.
પતિ રામપ્રવેશના મત મુજબ સગર્ભા મહિલાઓને 108માં હોસ્પિટલ લઇ જવાય છે એ ખબર ન્હોતી જેને લીધે તે રિક્ષામાં સિવિલ આવી પહોંચ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર