Home /News /south-gujarat /

Surat : મહિલાઓ સાથે Friendshipના બહાને પૈસા નાખતા પહેલાં ચેતજો! બંટી-બલીએ 7.43 લાખ પડાવ્યા

Surat : મહિલાઓ સાથે Friendshipના બહાને પૈસા નાખતા પહેલાં ચેતજો! બંટી-બલીએ 7.43 લાખ પડાવ્યા

સુરતની કતારગામ પોલીસે સગાભાઈ બહેનની ધરપકડ કરી છે.

Surat Friendship Club Scam : સગા-ભાઈ બહેન જ કરતા હતા 'ગોરખધંધો' કતારગામના ફરસાણના વેપારીને થયો કડવો અનુભવ, પોલીસે ઝડપી પાડ્યું FB પર મહિલાઓ સાથે ફ્રેન્ડશીપના નામે ચાલતું કૌભાંડ

Surat Friendship Club Scam : સુરતના કતારગામ (Surat Police) પોલીસે બે સગા ભાઈ-બહેનને ફેસબૂક (Facebook) પર અલગ અલગ એકાઉન્ટ બનાવી લોકો પાસે ફ્રેડશિપના (Friendship Cheating Scam) બહાને છેતરપિંડી કરી લાખો રૂપિયા પડવાતા હતા એ આરોપ સર  ધરપકડ કરવામાં આવી છે. સુરતની કતારગામ પોલીસ (Katargam Police) દ્વારા બે સગા ભાઈ-બહેનની (Brother sister)  ધરપકડ કરવામાં આવી છે.કારણકે આ બે સગા ભાઈ-બહેન જેઓ ફેસબૂક ઉપર અલગ અલગ એકાઉન્ટ બનાવી લોકોને ફ્રેન્ડશીપના બહાને પૈસાઓ પડાવતા હતા.જોકે પેહલા આઉં ગુજરાત બહાર જોવા મળતું હતું પરંતુ હવે આ ગુજરાતના શહેરોમાં પણ જોવા મળી રહ્યું છે.આવા લોકો ફેક એકાઉન્ટ બનાવી લોકોને લૂંટી રહ્યા છે.ફ્રેન્ડશીપના બહાને લોકોને પોતના વાતોમાં લઇ અને નાઈ તો લોકોને ખોટી રીતે બ્લેકમેલિંગ કરી પૈસા પડાવમાં આવતા છે.

સુરતના કતારગામ વિસ્તારમાં જ રહેતો એક યુવાન જેનું નામ   દિલીપભાઈ ગોકુલભાઈ જોધાણીને આ ભાઈ-બહેનનો શિકાર બની ચુક્યો છે.આ યુવાન થોડા સમય પહેલા જ આ બનેઉ ભાઈ-બહેનને ફ્રેન્ડશીપના બહાને મિટિંગ કરવા માટે 2400 રૂપિયા લેવામાં આવ્યા હતા.ત્યારે આ યુવાન પાસે મેમ્બરશિપના બહાને જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધીમાં કુલ  7.43 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા

ત્યારબાદ આજ યુવાન દ્વારા કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે આ બંનેઉ સગા ભાઈ -બહેનની તપાસ હાથ ધરી હતી. આ લોકોનું 7-8 જણાનું ગ્રુપ છે.પુરુષો અને સ્ત્રીઓનું જે ફ્રેન્ડશીપ ક્લબના  બહાને લોકો પાસે નાણાંકીય ફ્રોડ કરે છે.

આ પણ વાંચો : સુરત : ચોર બન્યો હત્યારો! ઘરમાં ચોરી કરતા પકડાઈ ગયો તો કરી નાખી હત્યા

કતારગામ હદ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ગોકુલભાઈ જોધાણીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એવી લખાવી છેકે પોતે ફરસાણના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે.અને એમની ઉપર એક કોલ આવ્યો હતોકે જો તમે ફ્રેન્ડશીપમાં જોડાવા માંગતા હોવ તો તમારે 2400 રૂપિયા રજીસ્ટ્રેશન ફીસ નોંધાવી પોતે ફ્રેન્ડશીપ ક્લબમાં પોતે જોડાઈ શકશે.

એમાં સૌ પ્રથમ લાલચમાં આવી આ કામના ફરિયાદી આ ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાયા હતા.ત્યાર બાદ જુદી જુદી સ્ત્રીઓએ તેમની જોડે ટેલિફોનિક, લોભાવની અને બિબસ્ત વાતો કરી ટુકડે ટુકડે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં 7.34 લાખ માત્ર રકમ ફરિયાદી પાસેથી આ કામના આરોપીઓએ ચીટિંગ કરી લઇ લીધી છે.આ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી પોલીસે પકડ્યા છે.

જેમાં નેહાબેન પંકજભાઈ પારેખ અને એમનો ભાઈ સનીકુમાર પંકજભાઈ પારેખ આ બંનેઉ આરોપીઓની ધરપકડ કરી છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસ થી સુરત કતારગામ પોલીસે કબ્જો મેળવેલ ધરપકડ કરિયા બાદ હાલ આ બંનેઉ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે.

આ પણ વાંચો : મોરબી : મમુ દાઢીની હત્યાનો ફિલ્મોને આટી મારે એવો પ્લાન, 4 ગેંગે સાથે મળી મર્ડર કર્યુ, જાણો સમગ્ર કહાણી

આ આરોપીઓ કતારગામની સાથે સુરત શહેરની જુદી જુદી લોકો સાથે છેતરપિંડી કરી હોય તેમ કહી શક્ય નહિ.આ લોકોનું 7-8 જણાનું ગ્રુપ છે.પુરુષો અને સ્ત્રીઓનું જે ફ્રેન્ડશીપ ક્લબના  બહાને લોકો પાસે નાણાંકીય ફ્રોડ કરે છે.સુરતની અંદર મજૂરાગેટ પાસે આઈ.ટી.સી બિલ્ડિંગમાં તેમની ઓફિસ હતી.અને ઘણા પુરાવાઓ પોલીસને મળેલા છે.બીજા કોઈ સોન્દવાયેલા છેકે તેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી અને આ હાલ બીજા કોણ કોણ આરોપીઓ છે તે શોધવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે.
Published by:Jay Mishra
First published:

Tags: Friendship, Surat crime news, Surat news, Surat Woman

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन