Home /News /south-gujarat /

મહિલાઓ જરા સંભાળીને! સુરતઃ Diwaliની સફાઈ કરતા મહિલા ત્રીજા માળેથી પટકાઈ, live મોત થયું CCTVમાં કેદ

મહિલાઓ જરા સંભાળીને! સુરતઃ Diwaliની સફાઈ કરતા મહિલા ત્રીજા માળેથી પટકાઈ, live મોત થયું CCTVમાં કેદ

મહિલા સફાઈ કરતા કરતા નીચે પટકાઈ

surat crime news: સુરતના (surat news) વરાછા વિસ્તારમાં મકાનની સફાઈ (cleaning) કરતા સમયે ત્રીજા માળેથી પટકાયેલી મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત (woman death during home cleaning) થયું હતું.

સુરતઃ દિવાળીના તહેવારોમાં (Diwali festival) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગૃહિણીઓ ઘરમાં દિવાળીની સાફસફાઈ (home cleaning) કરતી હોય છે. પરંતુ ઘરની સાફસફાઈ કરતી મહિલાઓ માટે ચેતવણી રૂપકિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. સુરતના (surat news) વરાછા વિસ્તારમાં મકાનની સફાઈ કરતા સમયે ત્રીજા માળેથી પટકાયેલી મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત (woman death during home cleaning) થયું હતું. જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ (CCTV) થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

દિવાળી આવતાની સાથે તમામ પરિવારોમાં મહિલાઓ દ્વારા મકાનની સાફ-સફાઈ કરવામાં આવતી હોય છે ખાસ કરીને લાઈટ બિલ અથવા અપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓ પોતાના મકાનની બાળકનો પણ સાફ કરતી હોય છે ત્યારે આવી મહિલાઓ માટે ખાસ ચેતવા જેવી ઘટના સામે આવી છે.

કારણ કે જો થોડીક પણ ધ્યાન થાય તો ઉપરથી નીચે પટકાતા નો ભય રહેતો હોય છે જ્યારે આવી જ એક ઘટનાને લઇને સુરતમાં ચકચાર મચી જવા પામી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીમાં એક મકાનમાં રહેતા લલીતાબેન જોગાણી પોતાના મકાનની સાફ-સફાઈ કરી રહ્યા હતા.



તે દરમિયાન તેમનું શરીરનું સંતુલન ગુમાવી બેઠા હતા અને તેઓ અચાનક પોતાના મકાનના ત્રીજા માળેથી નીચે પટકાયા હતા જેને લઈને તેમને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જો કે ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા અને લલીતાબેન ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ ભુરી ડોન ગેંગનો આતંકનો live video, મસાજ પાર્લરમાં ઘૂસી છરી બતાવીને ચલાવી લૂંટ

જોકે લલીતાબેન ને સારવાર મળે તે પહેલા જ તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું તથા સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી ઘટનાને લઇને અનુરાધા બેનના મોતને લઈને સોસાયટીના લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસને ઘટનાની જાણકારી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

જો કે પોલીસ આવી નજીકના સીસીટીવી ચેક કરતાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.આ સીસીટીવીના આધારે પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે પણ લલીતાબેન સાફ સફાઈ દરમિયાન શરીરને સંતુલન ગુમાવી દેતા તેઓ પરથી પટકાયા હતા.

આ પણ વાંચોઃ-દિવાળી ટાણે દીવથી દારૂની હેરાફેરી! જેતપુર ડેપોના ડ્રાઈવર કંડક્ટર દારૂ સાથે ઝડપાયા, આઈડિયા ગજબનો

જોકે મહિલાઓ જ્યારે પોતાના ઘરની સાફ-સફાઈ કરે છે ત્યારે તેમને આ ઘટના પરથી ચેતવા જેવી ઘટના સામે આવી છે ત્યારે હાલા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
Published by:ankit patel
First published:

Tags: CCTV footage, CCTV Video, Gujarati News News, Surat news

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन