Home /News /south-gujarat /

સુરતઃ માતાના ત્રાસથી મહિલા ડોક્ટરે ઝેરી પીધું, પોલીસે સમયસર બચાવી લીધી

સુરતઃ માતાના ત્રાસથી મહિલા ડોક્ટરે ઝેરી પીધું, પોલીસે સમયસર બચાવી લીધી

પ્રતિકાત્મક તસવીર

સુરતના અલથાણ-કેનાલ રોડ ઉપર રહેતી મહિલા તબીબને સુરત પોલીસની સતર્કતાથી મંગળવારે હેમખેમ બચાવી લેવાઇ હતી.

  ન્યૂઝ18ગુજરાતીઃ સુરતના અલથાણ-કેનાલ રોડ ઉપર રહેતી મહિલા તબીબને સુરત પોલીસની સતર્કતાથી મંગળવારે હેમખેમ બચાવી લેવાઇ હતી. જિંદગીથી હતા થઇ તેણીએ આત્યંતિક પગલું ભરી લેવા ઘરમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તબીબે પોન રિસીવ કરવાનું બધ કરી લીધાની જાણ થતાં જ જુવેનાઇલ બોર્ડના સભ્યે પોલીસ કમિશ્નનને જાણ કરી હતી. પોલીસ કમિશનરની સુચનાથી મોબાઇલ ફોનું લોકેશન ટ્રેસ આઉટ કરી ઘરે પહોંચેલી ખટાદરા પોલીસને મહિલા તબીબ બેહોશ અવસ્થામાં મળી હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા તેણીની જિંદગી બચાવી લેવામાં પોલીસસફળ રહી હતી.

  નાનુપા વિસ્તારમાંક્લિનિક ધરાવતી ડેન્ટિસ્ટ મીનલ પટેલ અલથાણ કેનાલ રોડ ઉપર પાંચ વર્ષના લગ્નજીવન દરમિયાન પતિ ડો. મૌલિન પટેલ અને મીનલ વચ્ચે વારંવાર ખટરાગ ઊભા થતાં હોય મીનલે પુત્રીને લઇ પતિથી અલગ રહેવાનું શરું કર્યું હતું. તબીબ દંપતી વચ્ચે અવારનવાર થતાં ઝઘડાના મૂળમાં મીનલના પિયર પક્ષ દ્વારા દીકરી - જમાઇને હોસ્પિટલ બનાવવા માટે કરવામાં આવેલી લાખોની મદદ જવાબદાર હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. હોસ્પિટલ માટે આર્થિક મદદ કર્યા બાદ મીનલની માતા દિવ્યા પટેલ દ્વાર પુત્રી પાસે રૂપિયા પરત મેળવવા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી.

  પાલિકામાં નોકરી કરતી માતા તરફથી થઇ રહેલી ઉઘરાણીને પગલે દંપતી વચ્ચે વારંવાર કંકાશ ઊભો થતો હતો. આખરે હતાશ થઇ મિનલે પુત્રી સાથે પતિનું ઘ છોડી માતા-પિતા સાથે પણ છેડો ફાડી નોંખ્યો હતો. આમ છતાં માતા તરફથી ઉઘરાણી બંધ નહીં થતાં તે માનસિક રીતે હતાશ થઇ ગઇ હતી.

  જીવનમાં ચારેતરફ ઉદાસી છવાઇ ગઇ હોય તેમાંથી બહાર નીકળવા મીનલે જુવેનાઇલ બો્ડના સભ્ય પ્રતિભા દેસાઇ પાસે કાઉન્સેલિંગ શરૂ કરાવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી મીનલ માનસિક રીતે સંપૂર્ણ ભાંગી પડી હતી. દરમિયાન મંગળવારે સાંજે તેણીએ ક્લિનિકમાં બેસી એક સ્યુસાઇડ નોટ લખી હતી. ક્લિનિક બંધ કરીને ઘરે જવા નીકળેલી મીનલે તમામના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. રાતે 9 વાગ્યા સુધી ફોન નહીં ઉપાડતા સ્ટાફ મેમ્બરે જુવેનાઇલ બોર્ડના સભ્ય પ્રતિભા દેસાઇને ફોન કરી સમગ્ર હકીત જણાવી હતી.

  એડવોકેટ દેસાઇએ કંઇક અજુગતું બન્યુ હોવાની ગંધ પારખી સીધો પોલીસ કમિશનરને ફોન કર્યો હતો. હકીકત જાણી કમિશ્નર શર્મા PCBને મીનલ પટેલનો મોબાઇલ ટ્રેસ કરવા સૂચના આપી હતી. બીજી તરફ ખટોદરા પોલીસ પણ હરકતમાં આવી હતી. મીનલનું અંતિમ મોબાઇલ લોકેશન અલથાણ- કેનાલ રોડ જ હોય જુવેનાઇલ બોર્ડ મેમ્બર મીનલની સ્ટાફ મેમ્બર, પીસીબી અને ખટોદરા પોલીસનો સ્ટાફ તેણીના ઘરે પહોંચ્યો હતો.

  દરવાજો અંદરથી બંધ હતો અનેક વખત ડોર બેલ વગાડવા છતાં ઘરનું બારણું નહીં ખુલતા આખરે દરવાજો તોડી નંખાયો હતો. ઘરમાં પ્રવેસેલી પોલીસને અત્યંત દુર્ગધ મારતી સ્થિતિ વચ્ચે મીનલ બેહોશ મળી હતી. તાત્કાલિક તેણીને નજીકમાં આવેલી પતિનીજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. અહીંથી તુરંત અઠવાગેટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Harassment, Woman doctor, ઝેર, સુરત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन