સુરત : 'મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું,પપ્પાનું ધ્યાન રાખજો,' મહિલા ડૉક્ટરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી

સુરત : 'મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું,પપ્પાનું ધ્યાન રાખજો,' મહિલા ડૉક્ટરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી
આશાસ્પદ મહિલા તબીબે કર્યા આપઘાત

ઇન્જેક્શનનો ઑવરડૉઝ લઈને મહિલા તબીબે જિંદગીનો અંત આણી લેતા પોલીસ તપાસનો ધમધમાટ, મહામારીના સમયમાં કરૂણ ઘટના

  • Share this:
હાલમાં સુરતમાં કોરોના મહામારી (Coronavirus in surat) પોતાની ચરમસીમા પર છે ત્યારે હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછત વર્તાઈ રહી છે. તેવામાં એક મહિલા તબીબે (Woman Doctor committed suicide) પોતાન ઘરમાં ઇન્જેક્શનનાં ઓવરડોઝ લઇને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ મહિલા તબીબનો મૃતદેહ તેના ધરમાથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, પોલીસને મળેલી અંતિમ ચિઠ્ઠીમાં પિતા પ્રત્યેની અપાર લાગણીઓ દર્શાવી છે. દીકરીએ મરતામરતા પણ પિતાની ચિંતા કરતા લખ્યું, 'હું મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું, મારા પપ્પાનું ધ્યાન રાખજો'

સુરત શહેરમાં એક તરફ કોરોના વાઇરસનો કહેર. રોજના 800-900 કેસ અને કોરોના સામે જંગ લડી રહેલા તબીબો. લોકો ખરેખર સફેદ પીપીઈ કીટમાં ફરતા તબીબોને ઇશ્વર માનતાં થઈ ગયા છે તેવામાં તબીબી આલમમાં ચકચાર મચાવતી એક ઘટના સામે આવી છે. શહેરના અડાજણ વિસ્તાર ખાતેની ખાનગી હોસ્પિટલ ખાતે કામ કરતી મહિલા તબીબનાં આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.આ પણ વાંચો : મહીસાગર : 'મેં ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો, બાય, Love યુ સો મચ,' અંતિમ Video બનાવી MBBSના વિદ્યાર્થીનો આપઘાત

સુરતના  અડાજણના મુક્તાનંદ સોસાયટી પાર્ક કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી 29 વર્ષીય ડોક્ટર અહલ્યા સથીષ ખાનગી હોસ્પિટલમાં એનેસ્થેસિયા તરીકે ફરજ બજાવતી હતી.એક-બે દિવસથી તેના પરિચિત ડોક્ટર ફોન કરતા હતા. પરંતુ તેણીએ ફોન રિસીવ કર્યા નહતા જેથી તેમની બહેનપણીઓને શંકા-કૂશંકા સેવાતા તેના પરિચિત વ્યક્તિના ઘરે ગયા હતા.

જ્યાંથી ચાવી લઈને ઘરનો મેઇન દરવાજો ખોલ્યો હતો. બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસને જાણ કરી હતી. બાદમાં દરવાજો તોડ્યા બાદ તે રૂમમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા ચોંકી ઉઠ્યા હતા જોકે આ મામલે પોલીસ તપાસ શરૂ કરતા મરનાર મહિલા તબીબ અહલ્યાએ હાથમાં ઈન્જેક્શનનો વધુ પડતો ડોઝ લઈને આપઘાત કર્યો હતો. તેની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે 'આ પગલું ભરું છું તે માટે કોઇ જવાબદાર નથી. મારા પપ્પાને પ્રેમ કરું છું પપ્પાનું ધ્યાન રાખજો.'

આ પણ વાંચો : સુરત : ઑવરબ્રીજ પર આપઘાત કરવા ચઢ્યો હતો યુવાન, TRB જવાને બચાવ્યો જીવ, જુઓ Live Video

આ અંગે અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરી છે.જોકે આ સમયે હાલમાં તબીબોની હોસ્પિટલમાં અછત વર્તાઈ રહી છે, તેવામાં આ મહિલા તબીબનાં આપઘાતને લઈને તબીબી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Published by:Jay Mishra
First published:April 08, 2021, 20:40 pm

ટૉપ ન્યૂઝ