'પૈસા માંગ્યા તો જાનથી મારી નાખીશ,' સુરતની મહિલા વેપારીને કોલકત્તાની મહિલા વેપારીએ 13.38 લાખનો ચૂનો ચોપડ્યો

'પૈસા માંગ્યા તો જાનથી મારી નાખીશ,' સુરતની મહિલા વેપારીને કોલકત્તાની મહિલા વેપારીએ 13.38 લાખનો ચૂનો ચોપડ્યો
પ્રતિકાત્મક તસવીર

15,38,008નો ગ્રે કાપડનો માલ ખરીદનાર કોલકત્તાની મહિલા વેપારી કવિતા અગ્રવાલ અને તેના પતિએ હાથ ઊંચા કરી દીધા

  • Share this:
રિંગરોડની ધનલક્ષ્મી માર્કેટમાં બીજા માળે રીધન ફેશન પ્રા.લીના માલીક પાસેથી રૂપિયા 15.38 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ કલકત્તાના અગ્રવાલ દમ્પતિએ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સુરતના મહિલા વેપારીને કલકત્તાના મહિલા વેપારીએ છેતરપિંડી કરતા માલો પોલીસ મથકે આવ્યો છે.

સુરતમાં આવેલ કાપડ માર્કેટમાં સતત  છેતરપિંડીની ફરિયાદ સેમ એઆવી રહી છે ત્યારે આ વખતે સુરત ના વેપારીને કલકતા નું દંપતી કલખો રૂપિયાનો માલ લઇ જેણે છેતરપિંડી કરી હવાની ઘટના અમે આવી છે સુરત ના અલથાણ સીટીલાઈટ આશીર્વાદ રેસીડેન્સીમાં રહેતા કરીશ્માબેન દિનેશભાઈ ધનકાણી (ઉ.વ.40) રિંગરોડની ધનલક્ષ્મી માર્કેટમાં બીજા માળે રિધન ફેશન પ્રા.લીના નામે ધંધો કરે છે.કરીશ્માબેન પાસેથી ગત તા 28મી ઓગસ્ટ  2018થી 13 નવેમ્બર 2018ના સમયગાળામાં હરી રામ ગો સ્ટ્રીટ પી.ઍસ. કલકત્તા ખાતે શોર્ય ટ્રેડીંગના નામે ધંધો કરતા કવિતા અગ્રવાલ અને પ્રભાકર અગ્રવાલે અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા 15,38,008નો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો.

આ પણ વાંચો :   સુરત : કતારગામના જ્વેલર પર રત્નકલાકારે લૂંટના ઈરાદે કર્યો હતો જીલેણ હુમલો, પાલીતાણાનો મદદગાર પણ ઝડપાયો

માર્કેટના ધારા ધોરણ મુજબ નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ આપવાની વાત કરી હતી પણ રૂપિયા સમય જતા ચુકવીયા ન હતા જેને લઈને  કરીશ્માબેને ઉઘરાણી કરતા આરોપીઓઍ ગાળાગાળી કરી પેમેન્ટ નહી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે કરીશ્માબેનની દ્વારા આ કલકતાના દંપતી વિરુદ્ધ સાલબત પુરા પોલીસ માં ફરિયાદ આપી હતી જોકે પોલીસે ફરિયાદના આધારે ગુણ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી કરી છે.

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર : પત્ની સાથે આડા સંબંધોની શંકામાં વેપારીની હત્યા, પતિએ ખેલ્યો ખૂની ખેલ

જોકે, આજ પ્રકાર ઘટના સુરત માં સતત બનતી હોવાને લઇને વેપારી ઓને કરોડો રૂપિયાનું નુકસાન જતું હોવાને લઈને વેપારી ઓએ સરકાર પાસે ઇકોનોમોક સેલ નામના પોલીસ મથકની માગણી કરી હતી તે તાજેતરમાં સરકાર સ્વીકારી મંજૂરી આપી છે ત્યારે આવા ગુના આ સેલ દ્વારા ક્યારે ઉકેલવામાં આવે અને આરોપી કયારે પીલીસ જેલના સળિયા પાછળ મોકલે તે જોવાનું રહ્યુ છે.
Published by:Jay Mishra
First published:January 06, 2021, 18:38 pm