સુરતનાં કંટ્રોલ રૂમમાં આવ્યો કોલ, 'એક વ્યક્તિ ચલણી નોટ પર થૂંક લગાડી ભાગી ગયો'


Updated: April 18, 2020, 10:50 AM IST
સુરતનાં કંટ્રોલ રૂમમાં આવ્યો કોલ, 'એક વ્યક્તિ ચલણી નોટ પર થૂંક લગાડી ભાગી ગયો'

  • Share this:
સુરત : કોરોનાને પગલે સુરતમાં જે રીતે પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે સુરતનાં ઉમરા ગામ ખાતે એક એવી ઘટના સામે આવી કે તંત્ર દોડતું થઇ ગયું છે. શહેરનાં ચાંદની ચોક વિસ્તરમાં એક યુવક રૂપિયા 100, 200 અને 500ના દરની ચલણી નોટ પર થૂંક લગાડી રસ્તા પર ફેંકી દીધાનો કોલ પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. જે બાદ પોલીસ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ તરત જ સ્થળ પર ઘસી જઇ ચલણી નોટ કબ્જે લેવાની સાથે ચાંદની ચોક વિસ્તારના જાહેર રસ્તાને સેનેટાઇઝ કર્યુ હતું.

કોરોના વાયરસને  લઇને લૉકડાઉન ચાલી રહ્યું  છે. તેવામાં જે રીતે સુરતમાં પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે તેને કારણે તંત્ર પણ વધુ એલર્ટ બન્યું છે. ગઇકાલે બપોરે એક કોલ પોલીસ કન્ટ્રોલ રૂમને આવ્યો હતો. જેમાં એક મહિલાએ જાણકારી આપી હતી કે, ઉમરા ગામ ખાતે આવેલા ચાંદની ચોક નજીક એક અજાણ્યા યુવાને ત્રણથી ચાર જેટલી ચલણી નોટ પર થૂંક લગાડી રસ્તા પર ફેંકી ભાગી ગયો છે. મહિલાના કોલને પગલે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તુરત જ ઉમરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગને પણ જાણ કરી તેઓ ચાંદની ચોક ખાતે ઘસી ગયા હતા.

પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓએ ચાંદની ચોક વિસ્તારમાં ચલણી નોટની શોધખોળ કરતા રોડની સાઇડ પર ઝાડના કુંડા પાસેથી રૂપિયા 100, રૂપિયા 200 અને  500ના દરની ચલણી નોટ મળી આવી હતી મહાનગરપાલિકાના અધિકારીઓએ સાવચેતી રૂપે ત્રણેય ચલણી નોટ કબ્જે લીધી હતી અને વાયરસનું સક્રમણ ફેલાય નહિ તે માટે તકેદારીના ભાગ રૂપે ત્રણેય નોટને સેનેટાઇઝ કરવા ઉપરાંત ચાંદની ચોક વિસ્તારના આજુબાજુના તમામ રસ્તાને ફાયર વિભાગે સેનેટાઇઝ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, દિનપ્રતિદિન અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહેલા કોરોના વાયરસને ફેલાવવા માટે કેટલાક લોકો અમાનવીય કૃત્ય કરી રહ્યા છે. પરિણામે આ બાબતને પોલીસ અને મહાનગરપાલિકાએ ગંભીરતાથી લઇ તકેદારીના તમામ પગલા ભર્યા છે નોટ ફેંકનારનું પગેરૂ મેળવવા માટે પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. પરંતુ હજી પોલીસને સફળતા મળી નથી. જેથી પોલીસે આજુબાજુના તમામ રોડ કે જે ચાંદની ચોક તરફ જાય છે તે તમામ રોડના સીસીટીવી ફુટેજ ચકાસવાનું શરૂ કર્યુ છે.

આ પણ વાંચો - કરીમ મોરાનીએ કોરોના સામે જીતી જંગ, હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇને કહી emotional વાત

બીજી બાજુ, નજીકમાં આવેલા શાકભાજી દુકાન ધરાવતા દુકાનદારને ત્યાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ વાયરસ ના ફેલાય તે માટે શાકભાજીના વેપારીની દુકાન બહાર રહેલી 8 ગુણ બટાકા અને 7 ગુણ કાંદા, 1 ગુણ લસણ તેમજ અન્ય શાકભાજી હતા.  પાલિકાએ આ તમામ શાકભાજી કચરામાં ફેકી દીધા હતા. આ અંગે દુકાનદારનાં જણાવ્યાં પ્રમાણે, તેને  20 હજારનું નુકશાન થયું છે. જોકે, આ વિસ્તરમાં હજુ સુધી એક પણ કેસ આવ્યો નથી ત્યારે આ કોરોના વાયરસને આ વિસ્તરમાં નહીં આવે તે માટે તંત્ર દ્વારા આ કાર્યવાહીકરવામાં આવી છે.આ પણ જુઓ - 

 
First published: April 18, 2020, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading