ન્યૂઝ18 ગુજરાતીઃ સુરતના પુણા કુંભારિયા સ્થિત બેન્ક ઓફ બરોડાની મહિલા બેન્ક મેનેજરે અડાજણ સ્થિત પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ સ્થિ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય રજની રાશ્રય સિંહએ પુણા કુંભારિયા ખાતેની બેન્ક ઓફ બરોડામાં જોઇન્ટ મેનેજર તરીકે એપ્રિલ 2017થી ફરજ બજાવતી હતી. વેલેન્ટાઇન ડેના રોજ નોકરી પૂર્ણ કરી ઘરે જવા નીકળેલી રજની સતત બે દિવસ ઓફિસે આવી ન્હોતી. બેન્ક મેનેજર જયકુમારે તેણીને વારંવાર ફોન કર્યો હતો. પરંતુ ફોન બંધ આવતા આખરે શનિવારે બેન્કના સ્ટાફ અને સિક્યોરીટી સાથે રજનીના ઘરે પહોંચ્યા હતા.
ડુપ્લિકેટ ચાવી બનાવી ઘરનો દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા નહીં મળતા કંઇક અજુગતું બન્યું હોવાની શંકા સાથે પોલીસની હાજરીમાં દરવાજો ખોલાયો હો. ત્યારબાદ અંદરુનું દ્રશ્ય જોઇ તમામ ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં જ રજનીની પંખાના હુંક સાથે દુપ્ટટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં દુર્ગંધ મારતી લાશ જોવા મળી હતી. અડાજણ પોીસે શંકાના આધારે લાશને પેનલમાં પીએમ કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ-સુરતઃ સમૂહ લગ્નમાં ચાંદલાના આવેલા રૂ.61 લાખ શહીદ પરિવારોને અપાશે
પીએમાં ફાંસો ખાવાને લીધે મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. તેણીનું મોત 36થી 40 કલાક પહેલા થયું હોવાનું તબીબોએ અનુમાન વ્યક્ત કર્યું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે એક માસ પહેલા રજનીએ ઘોડદોરોડની બીઓબીની શાખામાં નોકરી કરતા યુવાન સાથે સગાઇ કરી હતી. હાલ તેણીના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી.