સુરતઃ મહિલાએ ઝેરી દવા પી ફાંસો ખાધો, માત્ર છ મિનિટમાં ઘરે પહોંચીને PCR વાન 33ના જવાનોએ બચાવ્યો જીવ

સુરતઃ મહિલાએ ઝેરી દવા પી ફાંસો ખાધો, માત્ર છ મિનિટમાં ઘરે પહોંચીને PCR વાન 33ના જવાનોએ બચાવ્યો જીવ
પોલીસ કર્મીઓની તસવીર

મહિલાની પુત્રીએ સુરત પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને માતાએ આત્મહત્યા કર્યાની જાણ કરી હતી. પીસીઆર વાન 33ના બે પોલીસ કર્મીઓએ દરવાજો તોડી બચાવ્યો જીવ.

  • Share this:
સુરતઃ શહેરમાં આજે એક મહિલા પોતાના ઘરમાં આપઘાત કરી રહી છે તેવો કોલ સુરત પોલીસ કંટ્રોલ રૂમને (surat police control room) આપઘાત કરનાર મહિલાની દીકરી દ્વારા આપવામાં આવતા કંટ્રોલ રમ દ્વારા આ કોલ PCR આપતા પીસીઆર વાન (Surat Police PCR van) માત્ર 6 મિનિટમાં બનાવ વળી જગ્યા પર પહોંચીને આ મહિલાને ફાંસો ખાધેલી હાલતમાંથી નીચે ઉતારીને મહિલાની જીવ બચાવી લીધો હતો. જોકે આ મહિલાએ ઝેરી પદાર્થ પણ પીધેલો હતો જેને લઈને તેને તાતકાલિક હોસ્પિટલ (hospital) ખાતે ખસેડવામાં આવી હતી. જોકે આ પોલીસ કર્મચારી કામગીરી ને લઈને પોલીસ બેડામાંથી તેમને અભિનંદ આપવામાં આવી રહ્યા છે.

સુરત પોલીસના બે કર્મચારી આજે એવી ફરજ બજાવી કે જેને લઈને સુરત પોલીસ શહેરમાં વાહ વાહ થી રહી છે. સુરતના અથવા પોલીસ મથકમાં પીસીઆર  33માં ફરજ બજાવતી  રહેતા બે કર્મચારીએ એક મહિલાનો જીવ બચાવ્યો છે.સુરતના અઠવા પોલીસ મથકની હદમાં આવેલ નાનપુરા ટી એન્ડ ટી.વી. હાઈસ્કુલ સામે ટાંક બિલ્ડીંગમાં ઘર નં .05માં એક મહિલા પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાંસો ખાઈ રહેલ હોય જેથી તેઓની દીકરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન  જાણકારી આપી હતી.

આ પણ વાંચોઃ-

જોકે કંટ્રોલ રમ દ્વારા તાત્કાલિક આ કોલ આ વિસ્તરમાં આવેલી પીસીઆર નંબર 33માં ફરજ બજાવતા  ઈન્ચાર્જ અ.પો.કો. દિલીપસિંહુ ધનસિંહ બ.નં. 1663 તથા તેઓની સાથેના સહુ કર્મચારી તાત્કાલીક કોલ આપવામાં આવ્યો હતો. જોકે મહિલા આપઘાત કરી રહી છે તેવી જાણકારી આપતા આ પોલીસ કર્મચારી તાતકાલિક બનાવ વળી જગ્યા પર દોડી ગયા હતા.

જોકે પોતે જે વિસ્તારમાં પ્રેટ્રોલિગ કરી રહ્યા હતા. તે વિસ્તારમાંથી માટે 6 મિનિટમાં બનાવ વળી જગ્યા પર દોડી જઈને તપાસ કરતા એક મહિલા પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાસો ખાધો છે. જોકે આ મહિલાના મકાનો દરવાજો પોલીસ કર્મચારી દ્વારા લાત મારી તોડી નાખ્યો હતો.જોકે ત્યાર બાદ મહિલા ગળે ફાંસોખાઇને આપઘાત કર્યો હતો. જેને તાતકાલિક તેને પકડી પડી પગ પકડી ટેકો આપી નીચે ઉતારી ગળામાંથી દુપટ્ટો કાઢી નાંખેલા ત્યારે સદર મહિલાએ ડેટોલ જેવું પ્રવાહી પીધેલી હોય તાત્કાલીક ઈમરજન્સી -108 એમ્બુલન્સને કોલ કરી બોલાવી સદર મહીલાને નવી સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે મોકલી એક મહીલાની જીંદગી બચાવી પી.સી.આર. નં .33ના ઈન્ચાર્જ અ.પો.કો. દિલીપસિંહ ધનસિંહ બ.નં .1963 તથા તેઓની સાથેના સહ કર્મચારી ઓએ પોલીસ ખાતાને શોભે એવી ફરજ નિભાવી ઉમદા કામગીરી કરેલ છે.
Published by:ankit patel
First published:January 02, 2021, 21:23 pm

ટૉપ ન્યૂઝ