સુરત : ઘરની બહાર રમી રહેલી દીકરીનું કપટથી કર્યુ અપહરણ, મહિલા અને રીક્ષા ચાલક ઝડપાયા

સુરત : ઘરની બહાર રમી રહેલી દીકરીનું કપટથી કર્યુ અપહરણ, મહિલા અને રીક્ષા ચાલક ઝડપાયા
કિડનેપ કરવામાં આવેલી દીકરીની ઉંમર માત્ર સાત વર્ષ હતી તેથી તે અપહરણકારોના બદઇદારા સમજી ન શકી

બાળકોનું અપહરણ કરીને તેને ભીખ માંગવાના ધંધામાં જોતરી દેવાનો હતો પ્લાન? રહસ્ય ઘેરાયું. બાળકોના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

  • Share this:
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 7 વર્ષની માસુમ બાળા ઘર નજીક રમી રહી હતી ત્યારે ઓટો રીક્ષા ચાલક અને એક મહિલા અપહરણ કરીને લઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરમાં ગુનાખોરીના આલમમમાં રોજ રોજ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવે છે જેમાં વધુ એક કિસ્સો નોંધાયો છે. સુરત શહેરમાં દિનપ્રતિદિન ગુનાખોરી વધી રહી છે તેવામાં આજે એક અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, પોલીસે ગરીબ શ્રમજીવી પરિવારને તેમની દીકરી પરત અપાવતા માબાપના હરખનો કોઈ પાર રહ્યો નહોતો. પરંતુ શહેરમાં ગુનાહિત કૃત્ય કરતા લોકોના આંધાળા સાહસના કિસ્સા સામે આવી રહ્યા છે. આ ગુનાખોરીની કારણે સુરત અસલામત શહેર બની રહ્યું હોય તેવા ભણકારા વાગી રહ્યા છે.

મહિલા તથા એક પુરુષની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમરોલીમાં રહેતા અને કચરો વીણવાનું કામ કરી ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારના માતા-પિતા બપોરના સમયે કચરો વીણવા ગયા હતા. તે દરમ્યાન તેમની 7 વર્ષની માસુમ પુત્રી ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન એક રીક્ષામાં અજાણી મહિલા આવી હતી. બાળકી રમી રહી હતી તેને રીક્ષા ચાલક અને મહિલા લલચાવી ફોસલાવીને રીક્ષામાં બેસાડી અપહરણ કરી ભાગી ગયા હતા.આ પણ વાંચો :  સુરત : કોરોના બેકાબૂ બનતા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બજાર સ્વૈચ્છિક લૉકડાઉન તરફ, મોટા નિર્ણયો લેવાયા

આ પણ વાંચો :  ગીર સોમનાથ : FB ફ્રેન્ડ સાથેની મિત્રતા ભારે પડી, પંજાબથી આવેલા યુવકે 14 લાખની ચોરી કરી

ઘટના અંગે માસુમની માતાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બાળકીના અફર ને લઈએં પોલીસે તાતકાલિક આ મામેલ ટિપ્સ શરુ કરી હતી અને બાળકીને અપહરણ કારોના હાથમાંથી છોડાવીને મહિલા સિંહીત રીક્ષા ચાલક ની ધરપકડ કરી પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવીના ફૂટેજ મેળવી અપહરણકાર રીક્ષા ચાલક અને મહિલાની શોધખોળ હાથ ધરતા અપહરણકર્તા સમગ્ર મામલો સામે આવતા પોલીસે અપહરકારો સુધી પોહચી હતી જોકે આ મહિલા અને રીક્ષા ચાલક દ્વારા બાકીનું અપહરણ કેમ કરવામાં આવ્યુ તે જાણવા મળ્યું નથી
Published by:Jay Mishra
First published:July 13, 2020, 18:15 pm

ટૉપ ન્યૂઝ