Home /News /south-gujarat /કોરોના સામે જિંદગી જીતી! સુરતમાં બે માસુમ બાળકોએ કોરોનાને માત આપી આવ્યા ઘરે

કોરોના સામે જિંદગી જીતી! સુરતમાં બે માસુમ બાળકોએ કોરોનાને માત આપી આવ્યા ઘરે

હોસ્પિટલમાંથી રજા અપાતી વખતની તસવીર

ગત 19 એપ્રીલના રોજ સુરતના માનદરવાજા-એ ટેનામેન્ટમાં 04 અને 05 વર્ષના બે પિતરાઇ ભાઇઓને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

સુરતઃ એક તરફ સુરતમાં કોરોના વાયરસ (coronavirus) દિવસેને દિવસે ફેલાતો જાય છે. અને લોકો મોતના મુખમાં પણ જાય છે. આવી સ્થિતિ વચ્ચે સુરતમાંથી સારા સમચારા મળી રહ્યા છે. કોરોના વાયરસમાં સપડાયેલા બે માસુમ બાળકોએ કોરોનાને હરાવીને જિંદગી ઉપર જીત મેળવી છે.

મળતી માહિતી પ્રમાણે ગત 19 એપ્રીલના રોજ સુરતના (covid-19) માનદરવાજા-એ ટેનામેન્ટમાં 04 અને 05 વર્ષના બે પિતરાઇ ભાઇઓને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. મજબૂત મનોબળ ધરાવતા બન્ને માસૂમ ભૂલકાઓની રિકવરી ડોક્ટરોની અપેક્ષાથી વિપરિત ખૂબ જ સારી થઇ હતી અને બન્ને ભૂલકાઓને બીજા રીપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. જે થી આજે માન ભેર એ બાળકોને હોસ્પિટલ માથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, બે ખેતમજૂરો પર વીજળી પડતા એકનું મોત

સાથો સાથ કોરોના વોરિયર તરીકે તેમને સ્થાનીક ડોકટરોએ ઉપાધી પણ આપી હતી.  ફક્ત એક જ અઠવાડિયામાં મજબૂત મનોબળ ધરાવતાં બન્ને ભૂલકાઓને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. બન્ને બાળકોને તેમની માતાઓ સાથે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. અત્યાર સુધી સામાન્ય રીતે પોઝિટિવ દરદીઓ માટે મિનિમમ 14 દિવસ રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ-રાહતના સમાચાર! ભારતમાં બનશે ઓક્સફોર્ડ ફોર્મૂલાની કોરોના વેક્સિન, જાણો ક્યારે થશે લોંચ

પરંતુ ઝડપથી રીકવરી આવે અને સેકન્ડ રીપોર્ટ નેગેટિવ આવે તો એક સપ્તાહમાં પણ પોઝિટિવ દરદી સારા થઇ શકે છે. તેવું 04 અને 05 વર્ષના બે પિતરાઇ ભાઇઓના કેસ પરથી ખ્યાલ આવે છે. આ બાળકોમાં ચાર વર્ષિય જીત રાણા અને વર્ષીય વૈદિક રાણાને સિવિલ હોસ્પિટલના માણસોએ માન ભેર વિદાય આપવાની સાથે કોરોના વોરિયરની ઉપાધી પણ આપી હતી.

આ પણ વાંચોઃ-COVID19 હાહાકાર: દિલ્હીની બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર સહિત સ્ટાફના 44 લોકોને કોરોના પોઝિટિવ

ઉલ્લેખનીય છેકે કોરોનાનો બોમ સૌથી પહેલા સૌથી વધુ કેસનો માનદરવાજા વિસ્તારમાંજ ફુટયો હતો. એક પછી એક ઢગલો કેસ સામે આવ્યા હતા. આ બે બાળકોએ આ વિસ્તારના લોકો માટે એક મિશાલ પણ બનાવી છેકે જો યોગ્ય રીતે  ધ્યાન અપાઇ તો કોરોનાને માત આપી શકાય છે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, COVID-19, Lockdown, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन