આ ચોમાસામાં સુરતની થશે કસોટી? ઉકાઇ ડેમમાં પાછલા વર્ષની સરખામણીમાં 42 ફૂટ વધુ પાણી 


Updated: June 3, 2020, 9:25 PM IST
આ ચોમાસામાં સુરતની થશે કસોટી? ઉકાઇ ડેમમાં પાછલા વર્ષની સરખામણીમાં 42 ફૂટ વધુ પાણી 
ફાઈલ તસવીર

દર વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન ઉકાઈ ડેમમાં દેખાતા તળિયા સામે આ વખતે દ્રશ્યો સાવ વિપરીત જોવા મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉકાઈ ડેમમાં અધધ 42 ફૂટ પાણી વધુ છે.

  • Share this:
સુરત: શહેરની જીવાદોરી (lifeline) સમાન ઉકાઈ ડેમ (Ukai dam) આગામી ચોમાસાની ઋતુ (monsoon) દરમિયાન વહીવટી તંત્ર માટે અગ્નિ પરીક્ષા રૂપી સાબિત થઈ શકે છે. દર વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન ઉકાઈ ડેમમાં દેખાતા તળિયા સામે આ વખતે દ્રશ્યો સાવ વિપરીત જોવા મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉકાઈ ડેમમાં અધધ 42 ફૂટ પાણી વધુ છે. ગત વર્ષે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદને કારણે છલોછલ્લ ભરાયેલો ઉકાઈ ડેમ હાલાં રૂલ લેવલ થી માંડ એક ફૂટ જ ઓછો છે. આજે ઉકાઈ ડેમની સપાટી 319.19 ફૂટ છે. જો આગામી દિવસોમાં ડેમના કેચેમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકે તો રૂલ લેવલ જાળવવા માટે ડેમના સત્તાધીશોએ ભારે સાવચેતી દાખવવી પડશે તે નિશ્ચિત છે.

સુરત શહેરની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ આગામી ચોમાસાની ઋતુ દરમિયાન વહીવટી તંત્ર માટે અગ્નિ પરીક્ષા રૂપી સાબિત થઈ શકે છે. દર વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન દેખાતા ડેમના તળિયા સામે આ વખતે દ્રશ્ય સાવ વિપરીત જોવા મળી રહ્યા છે. ગત વર્ષે જ્યારે ચોમાસુ શરૂ થયુ ત્યારે ઉકાઈ ડેમની સપાટી 277 ફૂટ પર સ્થિર થઈ હતી. ત્યાર બાદ સતત સાંબેલાધાર વરસાદને કારણે ઉકાઈ ડેમ છલોછલ્લ ભરાયો હતો.

જેને લઈને આ વર્ષે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ ડેમમાં 60 ટકા પાણી સ્ટોર છે. એક વર્ષ પહેલા આજે ઉકાઈ ડેમની સપાટી 277.72 ફૂટ હતી. તેની સામે આજે સાંજે ડેમની સપાટી 319.90 ફૂટ છે. આમ જોવા જઈએ તો ગત વર્ષ કરતા આ વર્ષે ઉકાઈ ડેમમાં  42 ફૂટ વધુ છે. તેની સાથે આજે ઉકાઈ ડેમનુ રૂલ લેવલ 321 ફૂટ છે. આમ ડેમની સપાટી પણ હાલ રૂલ લેવલ કરતા એક ફૂટ નીચે છે. જો આ દરમિયાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડે તો ડેમની સપાટી રૂલ લેવલ સુધી જાળવી રાખવા માટે ડેમના સત્તાધીશો દ્વારા પાણી છોડવુ જ પડે. જો કે સુરતીઓ માટે એક તરફ સારા સમાચાર એ છે કે પીવા સહિત ખેતીના પાણીની સમસ્યા નચિંત છે.

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એકધારા વરસાદના પગલે પાણીની આવક વધી
ગત વર્ષે ઉકાઈ ડેમના ઉપરવાસ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટમાં એકધારા વરસાદને કારણે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે સત્તાધીશો દ્વારા સતત એક પખવાડિયા કરતાં વધુ બે લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું હતું. જેને પગલે તાપી નદી માટે અભિશાપ રૂપ જળકુંભીની સમસ્યા તો દૂર થઈ જ હતી સાથે સાથે તાપી નદીની વહન ક્ષમતામાં પણ વધારો થવા પામ્યો હતો.

નાનપુરા ઓવારા પાસે એક સમયે ગરનાળા જેવી ભાસતી તાપી નદી ગત વર્ષે સતત પાણી છોડવાને કારણે જાણે નવપલ્લિત થઈ હોય તેવું જાવા મળ્યું હતું. સતત પાણી છોડવાને કારણે તાપી નદીમાં દાયકાથી એકઠો થયેલો કાંપ અને કાદવ - કિચ્ચડનું ધોવાણ થઈ જતાં હાલ તાપી નદીની વહન ક્ષમતામાં વધારો થવા પામ્યો છે. જેથી આગામી દિવસોમાં ડેમના સત્તાધીશો દ્વારા પણ જા બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો સુરત શહેર પર ગટરિયા પુરનું પણ સંભવતઃ જાખમ નહીં રહે!
First published: June 3, 2020, 9:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading