સુરત: પત્નીએ ભાઈ સાથે મળી દારૂડિયા પતિને આપી તાલિબાની સજા, ટેમ્પો સાથે બાંધીને ઢસડ્યો, હાલત નાજુક

સુરત: પત્નીએ ભાઈ સાથે મળી દારૂડિયા પતિને આપી તાલિબાની સજા, ટેમ્પો સાથે બાંધીને ઢસડ્યો, હાલત નાજુક
બનાવ સીસીટીવીમાં કેદ થયો.

ટેમ્પો સાથે વ્યક્તિની ઘટનાને જોઈને લોકોમાં અરેરાટી વ્યાપી, લોકોને ગુસ્સો ફૂટી નીકળતા આરોપીને માર માર્યો, ટેમ્પોને ગટરમાં નાખી દીધો.

 • Share this:
  સુરત: સુરત જિલ્લામાંથી અરેરાટી પમાડે તેવો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે પતિ (Husband)ઓ દારૂ પીને પત્ની (Wife) ઓ પર અત્યાચાર કરતા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. પરંતુ સુરતના કડોદરા (Kadodara)માં હેરાન પમાડતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવકને તેની પત્ની અને સાળાએ ટેમ્પો સાથે બાંધીને ઢસડ્યો હતો. યુવક હાલ હૉસ્પિટલ (Hospital)માં સારવાર લઈ રહ્યો છે અને તેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આવું કૃત્ય કરનાર પત્ની અને તેના ભાઈની ધરપકડ કરી લીધી છે.

  મળતી માહિતી પ્રમાણે સુરતના કડોદરા ખાતે દારૂ પીને હેરાન કરતા પતિને તેની પત્નીએ તેના ભાઈની મદદથી ટેમ્પો સાથે બાંધીને બે હજાર ફૂટ સુધી ઢસડ્યો હતો. પત્નીનો આક્ષેપ છે કે પતિ દારૂના નશામાં માર મારતો હતો. આથી કંટાળીને તેણીએ તેના ભાઈની મદદથી પતિને આવી તાલિબાની સજા આપી હતી.  આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. આ બનાવ બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને મહિલાને પતિને છોડાવ્યો હતો. યુવકને હાલ સારવાર હેઠળ છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બનાવ બાદ પોલીસે આરોપી પત્ની અને તેના ભાઈની અટકાયત કરી લીધી છે.

  આ પણ વાંચો: COVID-19 Vaccination: કોરોના વેક્સીન માટે તમારે શું કરવું પડશે, કયા પુરાવાની જરૂર પડશે

  આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટી ખાતે રહેતો બાલાકૃષ્ણ રાઠોડ (32) મિલમાં કામ કરે છે. બાલાકૃષ્ણ અને તેની પત્ની શીતલને અવારનવાર ઝઘડા થતા હતા. બાલાકૃષ્ણ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો.

  આ પણ વાંચો: અજીબ ચોરી: ચોરોએ 90 લાખમાં મકાન ખરીદ્યું, ટનલ બનાવી બાજુના મકાનમાંથી 400 કિલો ચાંદી ચોરી લીધી!

  શુક્રવારે બપોરે પણ બાલકૃષ્ણએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા બાદ તેની પત્ની શીતલે તેના ભાઈને બોલાવ્યો હતો. જે બાદમાં શીતલના ભાઈ અનિલે બાલકૃષ્ણને માર માર્યો હતો. એટલું જ નહીં, તે ટેમ્પો ચલાવતો હોવાથી તેણે બાલાકૃષ્ણને એક દોરડાથી બાંધીને ટેમ્પો પાછળ ઢસડ્યો હતો. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

  વ્યક્તિને ટેમ્પો પાછળ આ રીતે બાંધીને ઢસડવાની વાત પ્રસરતા જ લોકો દોડી આવ્યા હતા. લોકોએ અનિલને અટકાવ્યો હતો અને બાલાકૃષ્ણને છોડાવ્યો હતો. આ દરમિયાન લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. લોકોએ અનિલને માર માર્યો હતો અને ટેમ્પોને બાજુની નહેરમાં નાખી દીધો હતો. આ મામલે કડોદરા પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:February 27, 2021, 11:50 am