Home /News /south-gujarat /

Surat News : સુરત: પ્રેમીનું દેવું ભરવા પ્રેમિકાએ પોતાના જ ઘરમાં કરી ચોરી, પતિએ ફરિયાદ નોંધાવતાં પત્નીની ખુલી પોલ

Surat News : સુરત: પ્રેમીનું દેવું ભરવા પ્રેમિકાએ પોતાના જ ઘરમાં કરી ચોરી, પતિએ ફરિયાદ નોંધાવતાં પત્નીની ખુલી પોલ

પ્રેમીની તસવીર

Surat News: પોલીસે પરિવારના સભ્યો સાથે સાથે પોતાના  પત્ની જ્હાન્વીની પૂછપરછ શરૂ કરી હતી.

સુરત : કહેવત છે ને કે, પ્રેમ આંધળો હોય છે આ જ પ્રેમ માટે એક પરણિતાએ એવું કરી નાખ્યું કે, તેને જેલના સળિયા ગણવાની વારી આવી. (Surat News) પોતાના પ્રેમીને દેવું થઈ જતાં પ્રેમિકાએ (wife loot in her home for lover ) પોતાના જ ઘરમાં ચોરી કરી હતી. ચોરીની ઘટનાની જાણ પતિને થતા પતિ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પત્ની અને તેના પ્રેમીની સુરતની અમરોલી પોલીસે (Surat Police) ધરપકડ કરી છે.

નરેન્દ્ર વિરમભાઈ વાઘ કતારગામ વસ્તા દેવડી રોડ પર આવેલી ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર છે. જ્યાં નરેન્દ્રભાઈની પત્ની પણ કતારગામ ખાતે એક કંપનીમાં કામ કરે છે.જ્યારે ફરિયાદી નરેન્દ્રભાઈ ગત 9 તારીખે તેમના ઘરમાં તિજોરીમાં ખોલી તો તેમાંથી 1.20 લાખની કિમતના સોનાના દાગીના ગાયબ હતા. જેને લઇને નરેન્દ્રભાઈને ખ્યાલ આવ્યો હતો કે, તેમના મકાનમાં ચોરી થઇ છે.  જેથી તેઓ દ્વારા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો - 'જય શ્રીરામ' બોલતા વિદ્યાર્થીઓને કાઢી મૂકવાની ધમકી આપનાર વાપીની સ્કૂલે આખરે માંગી માફી

જોકે, પોલીસે આ ચોરીની ઘટનામાં તપાસ શરૂ કરી હતી ત્યારે પરિવારના સભ્યોની પૂછપરછ કરતાની સાથે જ નરેન્દ્ર ચોંકી ઉઠ્યો હતો. જોકે, પોલીસે પરિવારના સભ્યો સાથે સાથે પોતાના  પત્ની જ્હાન્વીની પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ તે ગોળગોળ જવાબ આપતી હતી. જેથી પત્ની ઉપર શંકા જતા તેના સાસુ સસરાએ પૂછતા તેણે પોતાના પ્રેમી તુષાર ભુપેન્દ્ર મેવાડાના કહેવાથી દાગીના ચોરી કર્યા અને તેને બીલીમોરા ખાતે દાગીના સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો - નડિયાદ-ખેડા બાયપાસ હાઇવે પર પાર્ક કરેલા કન્ટેનરની પાછળ બાઇક અથડાતાં ચાર યુવાનોનાં મોત

પ્રેમીને દેવું થઈ જતાં તેનું દેવું ચૂકવવા માટે આ પ્રેમિકાએ પોતાના ઘરમાં ચોરી કર્યા હોવાની કબૂલાત કરતાની સાથે જ પોલીસે પરિણીતા અને તેના પ્રેમીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. પણ આ ઘટનાને લઇને બંનેના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો.  જોકેે, પોલીસે પ્રેમી અનેે તેની પ્રેમિકાની ધરપકડ કરી  બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Husband wife and lover, ગુજરાત, સુરત

આગામી સમાચાર