સુરત : પતિને દારૂ છોડાવવા માટે પત્નીએ ગેંગરેપની વાર્તા બનાવી, પોલીસ પણ દોડતી થઇ


Updated: February 24, 2020, 8:58 AM IST
સુરત : પતિને દારૂ છોડાવવા માટે પત્નીએ ગેંગરેપની વાર્તા બનાવી, પોલીસ પણ દોડતી થઇ
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ દારૂનાં અડ્ડા પર 5 લોકો દ્વારા દુષ્કર્મની વાત ઉપજાવી નાંખી હતી.

  • Share this:
સુરત : પતિ દારૂ ન પીવે એટલે પત્નીએ એક આખી વાર્તા બનાવી જેનાથી પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. સુરતમાં પતિ દારૂનાં અડ્ડા પર ન જાય તે માટે પત્નીએ તેની પર ચાર લોકોએ ગેંગરેપ કર્યાની વાત ઉપજાવી નાંખી હતી. જે માટે પોલીસે પણ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. જોકે, પોલીસ તપાસમાં આ સમગ્ર મામલાનો ખુલાસો થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

સુરતની એક મહિલાએ પોતાનો પતિ દારૂ પીવાની ટેવ હોવાને લઈને છેલ્લા બે દિવસથી ગુમ હતો. જેથી પત્નીએ એવો તરખટ કર્યો કે, જેને લઈને પોલીસ દોડતી થવા પામી હતી. સુરતનાં લાલ દરવાજ ખાતે રહેતી મહિલા લાલદરવાજા વિસ્તારમાં રસ્તા પર બેસીને રડતી  હતી. આ જોયા બાદ રાહદારીએ 181 મહિલા હેલ્પલાઇનને  જાણકારી આપતા તાત્કાલિક મહિલા  હેલ્પલાઇન સભ્ય તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પોંહચીને આ મહિલાને મળ્યા હતા. મહિલાએ  જાણકારી આપી હતી કે, તેનો પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે. છેલ્લા બે દિવસથી ગુમ હોવાને લઇને પોતાનાં પતિને દારૂનાં અડ્ડા પર પહેલા સવારનાં સમયે શોધવા નીકળી હતી. ત્યાર બાદ સાંજે પછી દારૂનાં અડ્ડા પર શોધવા આવી હતી. ત્યારે એક વ્યક્તિએ તેની મદદ કરવાનાં બહાને  રૂમમાં લઈ ગયો. જ્યાં તેની સાથે 5 નરાધમોએ દુષ્કર્મ કર્યાની વાત કરી હતી.

આ પણ વાંચો : સુરત : વરાછાના જ્વેલરી શોરૂમમાં ધોળે દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ

મહિલાને આખી રાત ગોંધી રાખી હતી. સવારે તે નરાધમોના ચુંગાલમાંથી બહાર નીકળી. તાતકાલિક આ મહિલાને આ સભ્યો મહિધરપુરા પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં પોલીસે તાત્કાલિક આ મહિલાની પૂછપરછ શરુ કરી હતી. કેસની ગંભીરતા જોતા પોલીસે તપાસ શરું કરી હતી. જોકે આખરે મહિલા પડી ભાંગી હતી અને પોતાની સાથે દુષ્કર્મ થયાની વાત માત્ર ઉપજાવી નાખી હોવાની કબૂલાત પોલીસ સામે કરી હતી. પોતાનો પતિ દારૂ પીવાની ટેવ હોવાને લઇને દારૂનાં અડ્ડા પર નહિ જાય તે માટે  જૂઠાણું ચલાવ્યું હતું.  મહિલાની આ વાત બાદ થોડા સમય માટે દોડતી થયેલી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 24, 2020
વધુ વાંચો
अगली ख़बर