સુરત: મહિલા વકિલે પ્રેમી સાથે મળી પતિની હત્યાનું રચ્યું કાવતરૂ

News18 Gujarati
Updated: December 20, 2018, 10:41 PM IST
સુરત: મહિલા વકિલે પ્રેમી સાથે મળી પતિની હત્યાનું રચ્યું કાવતરૂ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં એક મહિલા વકિલને પોતાના પતિ સાથે છેલ્લા કેટલાક સમયથી ઝગડો ચાલતો હતો

  • Share this:
પતિ-પત્ની વચ્ચેના પવિત્ર સંબંધમાં જ્યારે ત્રીજુ કોઈ આવી જાય છે, ત્યારે આ મીઠો સંબંધ સૌથી વધારે કડવો બની જાય છે. કારણ કે પતિ અને પત્ની બંને એકબીજાની નબળાઈઓ જાણતા હોય છે, ત્યારે આ સંબંધમાં ખટાશ આવે ત્યારે મોટા-મોટા દુશ્મનો હોય તેના કરતા પણ વધારે ઘાતક સાબિત થતો હોય છે. આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યાનું કાવતરૂ રચ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં એક મહિલા વકિલને પોતાના પતિ સાથે છેલ્લા કેટલાક સમયથી ઝગડો ચાલતો હતો, જેને પગલે તે જુદી રહેતી હતી. આ સમયે પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યાનું કાવતરૂ રચ્યું. જોકે, સદનશીબે સફળતા ન મળતા આ આખો મામલો સામે આવ્યો છે.

સૂત્રો પાસે્થી મળતી માહિતી મુજબ, સુરતમાં રહેતી એક મહિલા વકિલે પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યાનું કાવતરૂ રચી, પતિને પલસાણા રોડ પર બોલાવ્યો અહીં વિરાન જગ્યા પર પતિ આવતાની સાથે જ પત્નીના પ્રેમીએ તેની પર હુમલો કરી દીધો. પતિના ગળાના ભાગમાં વાયર બાંધી માથા પર પથ્થર મારી હત્યા કરાવાનો પ્રયાસ કર્યો. જોકે, સદનશીબે પતિનો જીવ શરીરમાં અટકી રહ્યો અને અન્ય લોકોની તેના પર નજર પડી ગઈ.

આ ઘટના બાદ રાહદારીઓની મદદથી ગંભીર રીતે ઘાયલ થયેલા પતિને તત્કાલીન નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મુદ્દે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે અને પીડિત પતિ પાસે પહોંચી ગઈ હતી. આ ઘટના મુદ્દે તેણે પોલીસને માહિતી આપતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પત્ની અને પ્રેમીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: December 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading