Home /News /south-gujarat /Domestic Violence : સુરતની પરિણીતાની ફરિયાદ, 'સાસુ અને જેઠે નવ વર્ષ સુધી પતિ 'ગે' હોવાની વાત છૂપાવી'

Domestic Violence : સુરતની પરિણીતાની ફરિયાદ, 'સાસુ અને જેઠે નવ વર્ષ સુધી પતિ 'ગે' હોવાની વાત છૂપાવી'

સુરતના પરિણીતાએ અમદાવાદના સાસરિયાઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ, પતિ હતો ગે સાસરિયાઓએ છૂપાવી નવ વર્ષ સુધી આ વાત

Surat News : સુરતથી (Surat) લગ્ન કરી અમદાવાદ (Ahmedabad )ગયેલી પરણિતાને (Wife) દિવસે દિવસે હેરાનગતિ વધતી જતી હતી પરણિતા સુરત આવી સાસરીયાઓ સામે નોંધાવી ફરિયાદ

 Surat News : સુરતની યુવતીના  (Surat) નવ વર્ષ પહેલા અમદાવાદ (Ahmedabad)  ખાતે લગ્ન થયા હતા લગ્ન ના થોડા દિવસ બાદ પતિ (Husband)  અને સાસરિયા દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. લગ્નના નવ વર્ષ બાદ ખબર પડી કે તેનો પતિ ગે હોવાને લઈને તે પોતાના પિતાના ઘરે સુરત આવી ગઈ હતી અને સાસરિયાઓ વિરુદ્ધ સુરતની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે

ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા સુરતમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં પણ મહિલા અત્યાચાર સંદર્ભે ફરિયાદોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ક્યારે મહિલા અત્યાચારની વધુ એક ફરિયાદ સુરતના મહિલા પોલીસ મથકમાં નોંધાવા પામી છે આથી નવ વર્ષ પહેલાં સુરતમાં રહેતી યુવતી ના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા. લગ્ન કર્યાના નવ વર્ષ સુધી ગે હોવાની વાતને છૂપાવી રાખી હતી.

જો કે, એક સમયે તેણીને પતિ ગે હોવાની વાતની જાણ થઈ ગઈ હતી. સાથે જ જાણ થયા અગાઉથી સાસરિયા દ્વારા સતત માનસિક અને શારીરિક રીતે પરિણીતાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. ત્રાસમાં કોઈ જ ઘટાડો ન થતાં આખરે કંટાળીને પરિણીતા સુરત પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી.

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ કોલેજ પાસે ક્લિફ્ટન પાર્કમાં રહેતા પતિ પ્રતિક, સાસુ મીનાબે અને જેઠ ચિરાગ સામે પરિણીતાએ ફરિયાદ આપવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad : ડૉક્ટર યુવતીને સંબંધોમાં થયો કડવો અનુભવ, સાથી ડૉક્ટરે લગ્નની લાલચે બાંધ્યો અવારનવાર શારીરિક સંબંધ અને પછી...

'સાસુ અને જેઠે નવ વર્ષ સુધી પતિ ગે હોવાની વાત છૂપાવી'

સાસુ મીનાએ અને જેઠ ચિરાગે પ્રતિકના ગે હોવાની વાત છૂપાવી રાખી હતી. પતિ પ્રતિક દ્વારા વારંવાર અપશબ્દો બોલી વાંરવાર આપઘાત કરી લેવાની તથા ઘર છોડી દેવાની ધમકી આપવામાં આવતી હતી. વારંવારના અસહ્ય ત્રાસથી કંટાળી આખરે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, સુરત, સુરતના સમાચાર