સુરતમાં બાળકો ન થતા પતિએ ભૂવા પાસે ડામ અપાવતા પત્નીનો આપઘાત

કોમલની માતાએ પતિ દિપક રાઠોડ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ પતિ દિપક રાઠોડની ધરપકડ કરી હતી.

News18 Gujarati
Updated: July 10, 2019, 3:51 PM IST
સુરતમાં બાળકો ન થતા પતિએ ભૂવા પાસે ડામ અપાવતા પત્નીનો આપઘાત
મૃતક કોમલની તસવીર
News18 Gujarati
Updated: July 10, 2019, 3:51 PM IST
કિર્તેષ પટેલ, સુરતઃ અત્યારના આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધાની પરાકાષ્ટા સમાન અનેક ઘટનાઓ બનતી રહે છે. સુરતમાં અંધશ્રદ્ધા છતી કરતી એક ઘટના બની છે. જ્યાં પત્નીને બાળકો ન થતાં ડોક્ટર પાસે યોગ્ય સારવાર આપવાના બદલે ભૂવા પાસે લઇ જઇને ડામ આપ્યા છે. જેના કારણે આઘાતમાં આવી જઇને પરીણિતાએ આત્મહત્યા કરી હતી. મૃતકની માતાની ફરિયાદ બાદ પોલીસે પતિની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કોમલ નામની પરીણિતા પોતાના પરિવાર સાથે રહેતી હતી. જોકે કોમલને બાળકો ન થતાં પતિ દિપક રાઠોડએ તેને ભૂવા પાસે લઇ ગયો હતો. અને ભૂવાએ સારવારના ભાગ રૂપે ડામ આપ્યા હતા. ભૂવા અને પતિની કરતૂતથી આઘાતમાં આવી જઇને કોમલે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કોમલે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ-અબુધાબીમાં કમાવા ગયેલા નવસારીનાં 5 ખલાસીને પૈસા ન ચૂકવાતાં ઘરે આવવાના ફાંફાં

ઘટનાની જાણ થતાં કોમલની માતાએ પતિ દિપક રાઠોડ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ પતિ દિપક રાઠોડની ધરપકડ કરી હતી. માતા અને બહેનના જણાવ્યા પ્રમાણે કોમલને બાળકો ન થતાં દિપકે તેને ભૂવા પાસે લઇ જઇને ડામ અપાવ્યા હતા. ભૂવાએ કોમલના શરીર ઉપર ચાર જગ્યાએ ડામ આપ્યા હતા. જેના કારણે કોમલ આઘાતમાં આવી જઇને આ પગલું ભર્યું હતું.
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...