રાજકોટ : 'તારી કાજૂ-બદામ ખાવાની ઓકાત નથી, લગ્નનો ખર્ચ આપી દે એટલે દીકરાને બીજે પરણાવી દઉં'

રાજકોટ : 'તારી કાજૂ-બદામ ખાવાની ઓકાત નથી, લગ્નનો ખર્ચ આપી દે એટલે દીકરાને બીજે પરણાવી દઉં'
પ્રતિકાત્મક તસવીર

'તારા મા-બાપે મને શિખવાડ્યું જ નથી. તેમ જ તને્ કોમ્પ્યુટર નથી આવડતું તું પૂર્વ ને લાયક નથી તેમ કહી વારંવાર ઝઘડો કરી ત્રાસ આપતા હતા'

  • Share this:
'રાજકોટમાં (Rajkot) વધુ એક પરિણીતાએ (Wife) પોતાની તબીબ નણંદ સહિતના સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકમાં નોંધાવ્યો છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં (Police Complain) જણાવ્યું છે કે, માવતર થી પૈસા લઈ આવવાનું કહી મારકૂટ કરતા હતા તો સાથે જ કહેતા હતા કે, તારી કાજુ બદામ ખાવાની ઓકાત નથી તેમ કહી ત્રાસ પણ ગુજારતા હતા.  આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી તો ગણવામાં આવે છે.

આ પણ વાંચો : રાજકોટ : એમ્બ્યુલન્સના વેઇટિંગ એરિયામાં જન્મદિવસની ઉજવણી, Video થયો Viralપરંતુ આજે પણ ઠેરઠેર જગ્યાએ લાલચી સાસરિયાઓ દ્વારા પરણિત સ્ત્રી ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આવેલા રામેશ્વર પાર્કમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ સસરા સાસુ અને નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે બીબી એનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેના લગ્ન માર્ચ 2020 ના રોજ થયા હતા. લગ્ન થયા બાદ સમાજની રીતરિવાજ મુજબ પિયરમાં જવાનું જવાનું હોય છે. ત્યારે પતિ સહિતનાઓ જમવા નહીં આવતા પોતે પિયરમાં એકલી જમવા ગઈ હતી.

આ પણ વાંચો : સુરત : 'તુમ મોત નહીં દેખે બાબા... મોત સે આંખ મીચોની ખેલ કે આયે હે,' 'બુલેટ રાજા'નો Video થયો Viral

જમીને ઘરે પરત આવતા તું એકલી જમીને આવી તને શરમ નથી આવતી તેમ કહી પતિએ ઝઘડો કર્યો હતો. જ્યારે કે સાસુ અને નણંદ એ તને કોઈપણ જાતનું ઘર કામ નથી આવડતું તને તારા મા-બાપે મને શિખવાડ્યું જ નથી. તેમ જ તને્ કોમ્પ્યુટર નથી આવડતું તું પૂર્વ ને લાયક નથી તેમ કહી વારંવાર ઝઘડો કરી ત્રાસ આપતા હતા.

રસોઈ બાબતે પણ ઝઘડો કરી હેરાન પરેશાન કરતા હતા. તેમજ પતિ નાની નાની વાતોમાં મારકૂટ કરવાનું શરૂ કર્યું હતું તેમજ ઘરની બહાર કાઢી મુકતા હતા. ઘરમાંથી કોઈ વસ્તુ ખાય તો પણ સાસુ ખોટા આરોપ કરતા અને કહેતા કે તારી ઓકાત નથી કાજુ બદામ ખાવાની તેમ કહી મેણા-ટોણા પણ મારતા હતા.

આ પણ વાંચો : સુરત : શિક્ષિકાએ તાપીમાં લગાવી મોતની છલાંગ, ચાર દિવસ બાદ મળ્યો મૃતદેહ

મારા સાસુ મને કહેતા હતા કે લગ્નનો ખર્ચ તું આપી દે તો તને છૂટાછેડા આપી દઈ અને મારા દીકરાના અમે બીજા લગ્ન કરી નાખશું. મારા માતા-પિતા સાથે પણ મારા સાસરિયા પક્ષના લોકો ઘેર વર્તન કરતાં હોય નાની બહેનના લગ્ન હોય ત્યારે પતિ કે સાસુ-સસરા લગ્ન માં આવ્યા નહોતા. તારી બહેનના લગ્ન પણ નહીં થવા દઉં તને પણ છૂટાછેડા આપી દેશું કહી ત્રાસ આપતા હતા.
Published by:Jay Mishra
First published:April 25, 2021, 10:46 am

ટૉપ ન્યૂઝ