સુરત : પ્રેમલગ્ન કરનાર યુવકની બહેનનાં લગ્ન સાળા સાથે કરાવવા પિતાનું અપહરણ

News18 Gujarati
Updated: October 20, 2019, 11:48 AM IST
સુરત : પ્રેમલગ્ન કરનાર યુવકની બહેનનાં લગ્ન સાળા સાથે કરાવવા પિતાનું અપહરણ
પ્રતિકાત્મક તસવીર

યુવાનની બહેન યુવતીના ભાઇ સાથે લગ્ન કરે તેવું દબાણ થતું હતું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં વરાછાના યુવાને કામરેજની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ શરૂવાતમાં પરિવારના વિરોધ બાદ સમાધાન થઇ ગયું હતું. યુવાનની બહેન યુવતીના ભાઇ સાથે લગ્ન કરે તેવું દબાણ થતું હતું. જે કારણે યુવાનનાં પિતાનું અપહરણ કરીને કારખાનામાં ગોંધી રાખીને યુવકના સાળા અને બે કાકાએ માર મારતા ધરપકડ કરાઇ છે.

સુરતમાં વરાછારોડમાં રહેતા 55 વર્ષીય મનસુખભાઈ રણછોડભાઈ વાળાંકીના પુત્ર ભાવેશે ત્રણ માસ પહેલા સુરતમાં કામરેજ નવાગામ મેલડીમાંના મંદિર પાછળ રહેતા રાહુલ વિઠ્ઠલભાઈ ખોડીફાડની બહેન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્નનો વિરોધ રાહુલ અને તેના બે કાકા મગનભાઈ, હિતેશભાઈએ શરૂઆતમાં કર્યો હતો. પરંતુ થોડા સમયમાં સમાધાન થયું હતું. ત્યારબાદ તેઓ ભાવેશની બહેનના લગ્ન રાહુલ સાથે કરવા દબાણ કરતા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : 'ગાડી ચલાવતા નથી આવડતી', કહી 15 લાખ રૂ.નાં દાગીનાની ચોરી કરી

આ મામલે યુવાન ભાવેશ દ્વારા કોઈ જવાબ નહી આપવામાં ગત બુધવારે રાત્રે આઠ વાગ્યાનાં અરસામાં ભાવેશના પિતા મનસુખભાઈ વરાછા મારૂતિ ચોક સંતોષ નગર સોસાયટી પાસેથી પસાર થતા હતા. ત્યારે પ્રેમ લગ્ન કરનાર યુવતીનાં કાકા મગનભાઈ અને ભાઈ રાહુલ પોતાનાં ટુ વ્હીલર ઉપર આવ્યા હતા. ભાવેશનાં પિતા મનસુખભાઈને તમાચો મારી બળજબરીથી ટુ વ્હીલર ઉપર બેસાડી પોતાના લસકાણા ડાયમંડ નગર સ્થિત એમ્બ્રોઇડરીના કારખાનામાં લઈ ગયા હતા. જ્યાં ઓફિસમાં ગોંધી રાખી રાહુલ અને તેના બે કાકા મગનભાઈ, હિતેશભાઈએ માર મારી પુત્રીના લગ્ન રાહુલ સાથે કરાવી આપ નહીતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મનસુખ ભાઈને છોડી મુકવામાં આવ્યાં હતા. જોકે, મનસુખભાઈએ બનાવ અંગે રાહુલ, તેના બે કાકા અને સમગ્ર પ્રકરણમાં મધ્યસ્થી કરનાર તેમજ તેમની માહિતી આપનાર સાજણ સાટીયા વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી છે.
First published: October 20, 2019, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading