સુરત : દીકરાના ઓનલાઇન અભ્યાસ મુદ્દે પતિએ ઠપકો આપતા પત્નીએ કર્યો આપઘાત, બાળકે માતા ગુમાવી

સુરત : દીકરાના ઓનલાઇન અભ્યાસ મુદ્દે પતિએ ઠપકો આપતા પત્નીએ કર્યો આપઘાત, બાળકે માતા ગુમાવી
સુરતમાં 24 કલાકમાં આપઘાતની બે ઘટનાથી ચકચાર

સુરતના પીપલોદની ચકચાર મચાવતી ઘટના, પતિ-પત્ની વચ્ચે ઑનલાઇન અભ્યાસના મુદ્દે ઝઘડો થતા પરિવારનો માળો વીખાયો

  • Share this:
સુરત : કોરોના વાયરસના (Coronavirus)ના કહેરની વચ્ચે બંધ શાળા બાળકનું ભવિષ્ય બંધ ન કરી દે તે માટે સરકારે ઑનલાઇન (online Education) અભ્યાસનો વચ્ચેનો રસ્તો ખોલ્યો છે. આ ઑનલાઇન અભ્યાસ કોઈના સંસારનો માળો વિખી નાંખશે તેવું કોઈ કલ્પનામાં પણ ન વિચારી શકે. જોકે, ઑનલાઇન અભ્યાસના કારણે એક દીકરાએ તેની માતા અને પતિએ પત્નીને ગુમાવવાનો વારો આવ્યો છે. ઑનલાઇન અભ્યાસના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા સુરતના પીપલોદમાં રહેતી એક પરીણિતાને લાગી આવ્યું હતું.જેના કારણે તેણે ફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું છે. પત્નીના (Wife commits sucide) આપઘાતના કારણે પતિને આઘાત પહોંચ્યો તો એક બાળક નિરાધાર બન્યો. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પત્નીના ખરાબ અક્ષરોનો ટોણો (Bad hand writing) મારતા પોતે જ દીકરાને ઑનલાઇન અભ્યાસ કરાવશે તેવું કહેતા મામલો બીચક્યો હોવાની આશંકા છે.

બનાવની વિગત એવી છે કે સુરતના પીપલોદ ખાતે આવેલ (piplod surat) તિરૂપતિ નગર ખાતે રહેતા અને જમીન લે વેચ નુંકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જીગ્નેશ શાહ (Jignesh shah) પરિવાર સાથે રહે છે જીગ્નેશ ભાઈ લગન જીવન દરમિયાન એક પૂત્રનો જન્મ થયો છે. જોકે પુત્ર પીપલોદ વિસ્તરની એક ખાનગી શાળા માં ધોરણ પહેલા અભ્યાસ કરે છે. હાલમાં કોરોના મહામારી વચ્ચે તેમના બાળ ને ઓનલાઇન અભ્યસ કરાવો પડે છે.આ પણ વાંચો :    અમદાવાદ : AMCનો દાવો, Coronaનું સંક્રમણ ઘટ્યું, રિકવરી રેટમાં વધારો થયો

જોકે પત્ની માનસી બેન બાળકને ઓનલાઇન અભ્યાસ કરાવતી હતી. પણ માનસી બેન અક્ષર સારા નહિ હોવા સાથે લે લખતા હતા તેમા વધારે સુધારા કરવા પડતા હતા જેને લઈને પતિ જીગ્નેશ ભાઈ એ પત્ની માનસીને બાળકને અભ્યાસ ન કરવા માટે કહ્યું હતું અને પોતે બાળકને અભ્યાસ કરાવશે તેવું કહેતાંની સાથે માનસી બહેનને આ વાતનું માઠું લાગી આવ્યુ હતું.

આ બાબતે પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડો પણ થયો હતો. જેને લઈને પત્ની માનસી બહેન આ વાતનું ખોટું લાગી આવતા પોતાના મકાન ત્રીજા મળે આવેલ મંદિર વાળી રૂમમાં જઈને ગળે ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.આ પણ વાંચો :  સારા સમાચાર : સરદાર સરોવરની સપાટીમાં વધારો થતા વીજ ઉત્પાદન શરૂ, નર્મદા મૈયા બે કાંઠે

જોકે આ ઘટાનાની જાણકારી પતિ જીગ્નેશ ભાઈને મળતા તે આ મામેલ તાત્કાલિક ઉંમર પોલીસને જાણકારી આપતા પોલીસ પણ બનાવ વાળી જગિયા પર દોડી આવીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:August 28, 2020, 12:57 pm

ટૉપ ન્યૂઝ