સુરત: જમાઈએ સસરા-સાળા વિરુદ્ધ કરી ફરિયાદ, પત્નીએ ધમાલ મચાવી પોલીસ સ્ટેશનમાં જ પતિને ધીબી નાખ્યો

સુરત: જમાઈએ સસરા-સાળા વિરુદ્ધ કરી ફરિયાદ, પત્નીએ ધમાલ મચાવી પોલીસ સ્ટેશનમાં જ પતિને ધીબી નાખ્યો
પત્નીએ પોલીસ સ્ટેશનમાં જ પતિને મારમાર્યો

આટલું જ નહી પત્નીએ પોલીસને પણ ધમકી આપી કે, મારા ભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો, એક્સિડન્ટમાં મરાવી નાખીશ, તેમ કહી પોલીસ સ્ટેશનમાં માથા પછાડ્યા

  • Share this:
સુરતના પુનામાં એક યુવકને પોતાના સાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ કરવી મોંઘી પડી હતી. પોલીસ સ્ટેશન પહોંચેલી પત્નીએ, કેમ મારા ભાઈ અને પિતા વિરુદ્ધ ફરિયાદ કરી તેમ કહી પતિને ધીબી નાખ્યો એટલું નહી, તેણે પોલીસને પણ ધમકી આપી કે કાર્યવાહી કરી તો રસ્તામાં અકસ્માત કરી મરાવી નાખીશ, પોલીસે મહિલાની કરી ધરપકડ.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર કેસરીનંદન એપાર્ટમેન્ટમાં રહેતા પરેશ ગોરધન ડોડિયાને આજે પોલીસ સ્ટેશનમાં જ માર મારવાની ઘટના સામે આવી, આ માર અન્ય કોઈ નહી પરંતુ ખુદ પત્નીએ જ પતિને માર્યો હતો. પત્ની ભાવના પરેશ ડોડિયાના 2017માં લગ્ન થયા હતા. ભાવનાએ પહેલા પતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યા બાદ પરેશ સાથે લગ્ન કર્યા હતા. લગન જીવન દરમિયાન પત્નીનો સ્વભાવ સારો નહી હોવાને લઈને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા.જોકે થોડા દિવસ પહેલા થયેલા ઝગડાને લઈને પત્ની ભાવનાએ પોતાના ભાઈ વિનય અને પિતા નાનજીને બોલાવ્યા હતા, તેમણે પોતાની દીકરી સાથે ઝગડો કરનાર પરેશને માર-મારી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી પરેશે સસરા અને સાળા વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તેની તપાસ પુણા પોલીસ ચોકી પર કરાઈ રહી હતી.

આજરોજ ત્યારે પુણા પોલીસે પરેશના સસરા નાનજી અને સાળા વિનયને બોલાવ્યા હતા અને આ મામલે તેમના જવાબ બાદ તેમના પર કાર્યવાહી કરી હતી. આ વાતની ભાઈ વિનયે પોતાની બહેન ભાવનાને જાણકારી આપતા ભાવના પોલીસ ચોકી દોડી આવી હતી અને હાઈ વોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો. પત્ની પોલીસ ચોકી પર આવીને તેના પતિને મારવા લાગી હતી. પરેશને ગાળો આપીને ચોકીની બહાર જ માર મારવા લાગી હતી. ત્યારબાદ પરેશના શર્ટનો કોલર પકડીને પરેશને પોલીસ ચોકીમાં લઈ જઈ પોલીસની હાજરીમાં માર મારવા લાગી હતી.

પોલીસ કર્મચારીએ તેને અટકાવાનો પ્રયાસ કરતા કોલર પકડીને જોરથી ધક્કો મારતા પોલીસ કર્મચારી એક ટેબલ સાથે અથડાયો હતો. જેથી પોલીસ કર્મચારીને પણ મુઢ માર વાગ્યો હતો. મારા ભાઈ અને પિતાને છોડી દો નહીં તો તમારા ટાંટિયા ભાંગી નાખવાની પણ ધમકી આપી હતી, તેણે પોલીસને એ પણ ધમકી આપી કે, પોતાના ભાઈને કઈ થયું તો મારા માણસો મારફત રોડ પર એક્સિડન્ટ કરાવીને જાનથી મરાવી નાખીશ, હવે જોવો હું શું કરૂ છું કહીને ભાવના દિવાલે માથા પછાડવા લાગીહતી. આ સમયે ભાવનાને સામાન્ય ઇજા પણ થઈ હતી.

પરેશે ભાવનાને પકડીને રોકી હતી. આ બાબતે પોલીસ કર્મચારીએ ભાવના અને તેના ભાઈ વિનય વિરુદ્ધ સરકારી કર્મચારીને માર મારવાનો અને સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ પરેશે પણ ભાવના અને તેના ભાઇ વિનય વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવી હતી.
First published:January 03, 2020, 22:18 pm

टॉप स्टोरीज