સુરત: ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીએ પતિની બંને આંખો ફોડવાનો કર્યો પ્રયાસ

News18 Gujarati
Updated: November 30, 2018, 11:13 AM IST
સુરત: ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીએ પતિની બંને આંખો ફોડવાનો કર્યો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

પાંડેસરા વિસ્તારનો બનાવ, પત્નીને આશંકા હતી કે તેના પતિનું કોઈ અન્ય મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત

સુરતઃ ક્રાઇમ માટે પંકાયેલા સુરતના પાંડેસર વિસ્તારમાં એક ઉલટી ગંગા જેવા બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે  અત્યાચારના કેસમાં  પતિઓ પત્ની પર હુમલાઓ કે મારપીટ કરતા હોય છે. પરંતુ પાંડેસરા વિસ્તારમાં એક પત્નીએ ચપ્પૂ મારીને તેના પતિની બંને આંખો ફોડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે પતિના અત્યાચારથી કંટાળીને એક પત્નીએ તેના પતિની બંને આંખો પર ચપ્પુ મારીને ઈજા પહોંચાડી હતી. એવી પણ વાત વહેતી થઈ હતી કે પત્નીને શંકા હતી કે તેના પતિનું કોઈ અન્ય મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે. આથી તેણીએ તેના પર ચપ્પાથી હુમલો કરી દીધો હતો.

બનાવ બાદ ખુદ પત્નીએ 108ને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં 108ની ટીમે વ્યક્તિને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછી પત્નીએ પતિ પર અત્યાચારનો આક્ષેપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ અશ્લીલ ફિલ્મો જોવાના શોખીન નેવી કમાન્ડરે પત્નીની નગ્ન તરવીરો વાયરલ કરી

પત્નીના નામે ફેસબુક આઈડી બનાવ્યું હોવાની આશંકાએ યુવકને ઝેર પીવડાવ્યુંસુરત શહેરમાં જ બનેલા એક અન્ય બનાવમાં એક વ્યક્તિએ પોતાની પત્નીના નામે ફેસબુક આઈડી બનાવ્યું હોવાની આશંકામાં એક યુવકને ઝેર પીવડાવ્યું હતું. આ મામલે મળતી માહિતી પ્રમાણે કતારગામમાં રહેતા રાજુ દાનુને આશંકા હતી કે દિક્ષિતે તેની પત્નીને નામે બોગસ આઈડી બનાવ્યું છે. બુધવારે રાજુ દાનુ તેમજ તેનો એક મિત્ર મગરુભાઈ દિક્ષિતનું અપહરણ કરીને તેના બાઇક પર બેસાડીને લઈ ગયા હતા.

બાદમાં બંનેએ દિક્ષિતને માર માર્યો હતો, તેમજ તેની પત્નીને નામ બોગસ આઈડે કેમ બનાવ્યું છે તેવી પૂછપરછ કરી હતી. આ દરમિયાન બંનેએ દિક્ષિતને બળજબરીથી ઝેરની બોટલ પીવડાવી દીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. કોઝવે પર બનેલા આ બનાવ બાદ પીડિત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
First published: November 30, 2018, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading