સુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણાં, શું છે તેમની માંગ?

સુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણાં, શું છે તેમની માંગ?
9 યુનિયનોના પ્રતિનિધિઓ દ્વારા ધરણા

અત્યાર સુધી વાત કરીએ તો સુરત મહાનગર પાલિકાના 300 થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થયા છે જયારે 10ના મોત નિપજયા છે

  • Share this:
સુરત શહેરમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, જેનાથી સંક્રમીત થતા કોરોના વોરિયર્સ પણ બચ્યા નથી. અત્યાર સુધી વાત કરીએ તો સુરત મહાનગર પાલિકાના 300 થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થયા છે જયારે 10ના મોત નિપજયા છે. જેથી મનપા સાથે સંકળાયેલ તમામ યુનયનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે મનપાના કોઇ પણ વર્ગના કર્મચારીને કોરોના આવે તો તેમને આઇ કાર્ડ અને રીપોર્ટના આધારે સીધા એમઓયુ કરેલી ખાનગી હોસ્પિટલમાં કેસ લેસ સારવાર મળવી જોઇએ જે માંગ સાથે મનપા સાથે સંકળાયેલા 9 યુનિયનોના પ્રતિનિધિઓ દ્વારા મનપા કચેરી કેમ્પસમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

યુનિયનના ઇકબાલ શેખે જણાવ્યું હતું કે જયારથી કોરોનાનું સુરતમાં આગમન થયું ત્યારથી અત્યાર સુધી એક પણ કર્મચારીઓએ રજા નથી લીધી અને ખડેપગે કોરોનામાં સુરતશહેરમાં જે જવાબદારી આપવામાં આવી તેને નીભાવી છે.આવા સમયે કોરોનાની કામગીરી કરતા કર્મચારી કોરોનાની ઝપેટમાં આવે ત્યારે તેમને તાત્કાલીક જરૂરીયાત મુજબની સારવાર ટુંકા સમયમાં મળી રહે તે જરૂરી છે. જેથી તેઓ સારા થઇ ફરી પાછા પોતાની કામગીરીમાં જોડાઇ શકે. એને બદલે એમણે એટલી સગવડતા હોવા છતા કેટલાક કર્મચારીઓએ સ્વખર્ચે સારવાર લેવાનો વારો આવ્યો છે. જયારે સમયસર અન્ય હોસ્પિટલમાં નહિ ખસેડવાથી પણ તકલીફો થઇ છે.

આવા સમયે મનપાના કોરોના વોરીયર્સ કર્મચારી જો સંક્રમિત થાય અને તેમને આવી લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે તેની જગ્યાએ માત્ર આઇકાર્ડ અને પોઝિટિવ રિપોર્ટના આધારે તેમને ખાનગી એમઓયુ વાળી હોસ્પિટલમાં તાત્કાલીક ઘર નજીક સારવાર મળી રહે તો તેઓ ઝડપથી સારા થઇ શકે છે.

મનપા દ્વારા આ માંગને લઇને કોઇ જાહેરાત ન કરાતા આજે 9 યુનિયનના તમામ આગેવાનો એ મનપા કચેરી મુગલીસર ખાતે ધરણાનો કાર્યક્રમ કર્યો હતો. કોરોનાને લઇને માત્ર યુનીયનના હોદેદારોજ ધરણા પર બેઠા હતા.
Published by:kiran mehta
First published:August 04, 2020, 17:51 pm