સુરતમાં Corona માટે જવાબદાર કોણ? તંત્ર કે રાજકીય આગેવાન? ડાયમંડ-કાપડ કર્મીઓમાં જોવા મળી લાપરવાહી


Updated: July 7, 2020, 6:26 PM IST
સુરતમાં Corona માટે જવાબદાર કોણ? તંત્ર કે રાજકીય આગેવાન? ડાયમંડ-કાપડ કર્મીઓમાં જોવા મળી લાપરવાહી
પ્રતિકાત્મક તસવીર

આ મહામારી અટકાવવા તંત્રની સાથે લોકોએ પણ આગળ આવીને તંત્રની મદદ કરશે, તો મહામારીમાંથી બહાર નીકળી શકાશે.

  • Share this:
સુરતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે તેવામાં દર્દી માટે ખાનગી હોસ્પિટલમાં બેડ નથી અને જે રીતે હીરા ઉધોગ સાથે કાપડ માર્કેટમાં સક્ર્મણ વધી રહ્યુ છે, જેન લઈને તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર પોતાનું કામ કરવા માંગે છે અને રાજકીય આગેવાન નથી કરવા દેતા સાથે સુરતમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન લોકો નથી કરી રહ્યા જેને લઈને સુરતમાં સતત કોરોના વધી રહ્યો છે.

સુરતમાં અનલોક 1 શરુ થયું ત્યારથી સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આ મામલે તપાસ કરતા ડાયમંડ ઉધોગ અને તેમાં પણ વરાછા અને કતારગામ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, તેવામાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નથી કરતા હોવાનું સામે આવતા કડક કાર્યવાહી સાથે આ ઉધોગ બંધ કરવાની જાહેરાત કરતા તંત્ર સામે રાજકારણી સાથે ઉધોગ પતિ આવી ગયા છે.

કડક ગાઈડ લાઈન તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી તેના અમલની વાત કરવામાં આવી પણ હવે તેનો અમલ નહિ થતા તંત્ર દ્વારા ડાયમંડ ઉધોગ બંધ કરવામાં આવ્યો. જોકે આ સિવાય અનેક એવા વિસ્તાર છે જેમાં તંત્ર દ્વારા કેસ વધતા તે વિસ્તારને રેડ જોન જાહેર કરવામાં આવ્યા હતા, પણ તંત્રની કડક કાર્યવાહી કરવા છતાંય લોકો રેડ ઝોનમાં અનેક પ્રકારના નિયમો પાળ્યા વગર ડાયમંડ ઉધોગ શરૂ રાખતા ખાસ ન્યૂઝ 18 ટિમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે એક જ કારખાનામાં 200 જેટલા કર્મચારી કામ કરતા પકડાયા હતા.

અહીંયા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ જોવા નહોતુ મળ્યું. તંત્ર દ્વારા જે વિસ્તારમાં કેસ મળે છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આવી જ હાલત હવે કાપડ બજારની છે. રાજ્યના સીએમએ આવીને કાપડ બજારમાં સંક્રમણ વધેતો માર્કેટ બંધ કરવાની સૂચના આપી પણ તંત્ર બંધ કરવા જતા રાજકીય આગેવાન દ્વારા પોતાની રાજકીય વગ વાપરીને માત્ર જે માળ અથવા વિંગમાં કેસ આવ્યો હોય તેવી માર્કેટ બંધ કરવાની જાહેરાત કરી દીધી. તંત્રએ દ્વારા સીલ માર્યા બાદ ફરી કાપડ માર્કેટ ખોલવું પડ્યું હતું. કાપડ માર્કેટમાં કોરોના સંક્રમણ વધતા અને વેપારી નહીં થતા વેપારીઓ ચિંતિત છે. ત્યારે રાજકારણીઓ પોતાની રાજકીય વગ વાપરીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે કાપડ માર્કેટમાં સંક્રમણ વધે તો જવાબદાર કોણ?

જોકે તંત્ર અને સરકાર દ્વારા વેપાર ઉધોગ નથી અને આ ઉધોગ ચલાવવા શ્રમિકો નથી ત્યારે માત્ર પોતાના સ્વાર્થ માટે આ વેપાર ઉધોગ શરૂ કર્યા છે અને સતત સક્ર્મણ વધારી રહ્યા છે. અનેક જગ્યાએ ગાઈડ લાઇનનું પાલન નથી કરવામાં આવતું, જેને લઈને પહેલા ડાયમંડ ઉધોગ બંધ કરવાની નોબત આવી, ત્યારબાદ ગતરોજ કાપડ બજાર બંધ કરવામાં આવ્યુ, પણ બાદમાં ખોલી નાખતા અનેક સવાલો સામે આવ્યા છે.

જો કાપડ બજારમાં સંક્ર્મણના કેસ વધે તો જવાબદાર કોણ તંત્ર કે પછી સાંસદસભ્ય? News18એ આ વિસ્તારની મુલાકાત લીધી તો, આજે પણ કાપડ વેપારીઓમાં ડર સાથે માત્ર 30 ટકા કાપડ માર્કેટ ચાલી રહ્યા છે. જોકે તંત્ર કોરોનાનું સક્ર્મણ અટકવાના પ્રયાસ કરી રહ્યું છે, પણ રાજકીય આગેવાન તંત્રના અધિકારીઓને કામ કરવા દેતા નથી. આ સમયે માત્ર પ્રજાના હિતમાં કામ કરવું જોઈએ. નહીકે પોતાના લગતા વળગતા લોકો માટે કામ કરવું જોઈએ.ખાનગી હોસ્પિટલ દર્દી માટે બેડ નથી તેવો ઓડિયો કલીપ પણ વાઇરલ થઈ છે, ત્યારે તંત્ર અને ખાનગી હોસ્પિટલમાં બેડની સગવડ તો કરી છે, પણ ખાનગી હોસ્પિટલ તંત્રને નથી ગાંઠતી અથવા તંત્રનું નિયંત્રણ નથી, આવી હોસ્પિટલોના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યાની વાત પણ નગર સેવક કરી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા સિવિલ સ્મીમેરની સાથે અલગ અલગ સમાજ દ્વારા આઇસોલેશન વોર્ડ ત્યાર કરવામાં આવ્યા છે.

જોકે તંત્ર દ્વારા આ ઓડિયો કલીપને લઇને ખુદ કમિશ્નર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, સુરત સિવિલમાં 300, સ્મીમેરમાં 400 બેડ ખાલી છે, અને સાથે સાથે અનેક સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલ આઇસોલેશન વોર્ડ પણ ખાલી છે. જોકે ખાનગી હોસ્પિટલ 50 ટકા બેડ મહાનગર પાલિકાના રિઝર્વ રાખવામાં આવ્યા છે, ત્યારે દર્દીને સારવાર .માટે બેડ ન મળવાની કોઈ ફરિયાદ તેમના સુધી નથી આવી, અને ગમે તેટલા દર્દી આવે તેના માટે તમામ તૈયારી છે. હાલમાં 7 હજાર દર્દીને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જોકે દરરોજ 250 દર્દી પોઝિટિવ આવે છે તેની સામે 150 કરતા વધુ દર્દી કોરોનાને માત આપીને ઘરે પરત ફરે છે.

જોકે કોરોનાના વધતા કેસને લઈને સુરતમાં ઉધોગકારો સાથે લોકો પણ જવાબદાર છે કારણ કે તંત્ર દ્વારા દર્દીઓની સારવાર સાથે-સાથે લોકોને જાગૃત કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. પરંતુ લોકો જાગૃત થતા નથી. સાથે-સાથે ઉધોગકારો કોરોનાની ગાઈડ લાઇનનું પાલન નથી કરતા, જેને લઈને સંક્રમણ સતત વધી રહ્યુ છે. ત્યારે આ સક્ર્મણ અટકાવ માટે તંત્ર દ્વારા ગાઈડ લાઇનનું પાલન કરાવવા માટે અલગ-અલગ ટિમ બનાવી દંડ ફટકારવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે આ મહામારી અટકાવવા તંત્રની સાથે લોકોએ પણ આગળ આવીને તંત્રની મદદ કરશે, તો મહામારીમાંથી બહાર નીકળી શકાશે.
Published by: kiran mehta
First published: July 7, 2020, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading