ક્યાં છે દારુબંધી? સુરતમાં લસકાણામાં જાહેરમાં દારુની પોટલીઓ વેચાવાનો Video થયો Viral

ક્યાં છે દારુબંધી? સુરતમાં લસકાણામાં જાહેરમાં દારુની પોટલીઓ વેચાવાનો Video થયો Viral
વાયરલ વીડિયોની તસવીર

પોલીસની કામગીરી અને ગુનેગારોને પોલીસની બીક રહી નથી તેવું સાબિત અને પોલીસને ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસ (coronavirus) કહેર સમયે સુરતના (surat) છેવાડે આવેલ લસકાણા ડાયમંડ નગરમાં દારૂ પીવાના પૈસા છે પરંતુ જમનાવુ નથી મળતું હોબાનું કહીને  હંગામા સાથે પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. આવા કારીગરો દ્વારા તે વિસ્તરમાં શ્રમિકો વતનથી આવી જતા જાહેરમાં દારૂનો અડ્ડો ચાલતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video viral on social media) થયો છે. જોકે અતિયાર સુધીમાં પોલીસે આ જગ્યા પર અનેક વખત રેડ કરી છે પણ ફરી અહીંયા દારૂ વેચાતો થઈ જાય છે.

સુરતના છેલવડે આવેલા લસકાણા વિસ્તરમાં આવેલા ડાયમંડ નગર ખાતે  મોટા પ્રમાણમાં કાપડ  વણાટ ઉધોગ આવેલા છે. આ ઉધોગમાં ઓડિયા સમાજના લોકો ત્યાં જ રહે અને ત્યાંજ કામ કરે છે.  જોકે આ લોકો નશીલા પદાર્થનું મોટા પ્રમાણમાં સેવન કરતા હોય છે.અહીંયા દારૂનું ખુલે આમ વેચાણ થઈ છે તેના અનેક વખત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવે છે. જોકે પોલીસની રેડના બે કલાકમાં જ અહીંયા પહેલાની જેમ જાહેરમાં દારૂ નું વેચાણ ચાલું થઈ જાય છે.

આ પણ વાંચોઃ-ઓગસ્ટમાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5500 અને ચાંદીમાં રૂ.8,000નો કડાકો, મહિનામાં કેવી રહી Gold-Silveની ચાલ?

જોકે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન સમયે અહીંયા રહેલા કારીગરો પાસે દારૂ પીવાના રૂપિયા હતા. પણ જમવાના રૂપિયા નહીં હોવાને લઈને ભારે હંગામો સાથે પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. અને ત્યાં રહેલ ગાડીનોને આગના હવાલે પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-લો બોલો! લગ્ન તોડાવવા માટે હાયર કરવામાં આવે છે લોકો, ફી જાણીને તમે ચોંકી જશો

આ પણ વાંચોઃ-વૈજ્ઞાનિકોમાં આશાનું કિરણ! કોઈપણ દવા વગર માણસના શરીરમાં સંપૂર્ણ પણે ખતમ થયો HIV

લોકડાઉન સમયે અહીંયા રહેતા શ્રમિકો વતન જતા રહેતા અહીંયા શાંતિ હતી. પણ ફરી એક વાર રોજી રોટી માટે પોતાના વતનથી શ્રમિકો પરત થવા લાગ્યા છે. ત્યારે અહીંયા રહેલા દારૂના અડ્ડા ફરી એકવાર ધમધમતા થઈ ગયા છે. અને તે પણ જાહેરમાં જોકે અહીંયા અનેક વખત પોલીસ દ્વારા રેડ કરવાં આવ્યા બાદ પણ અહીંયા ખુલે આમ દારૂ વેચાય છે.આજે ફરી એક વાર આ વિસ્તારમાં દારૂનું ખૂલ્લે આમ વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને પોલીસની કામગીરી અને ગુનેગારોને પોલીસની બીક રહી નથી તેવું સાબિત અને પોલીસને ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે. જોકે વીડિયો વાયરલ થતા પોલીસ તાત્કાલિક દોડી જઈને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Published by:ankit patel
First published:September 01, 2020, 21:41 pm

ટૉપ ન્યૂઝ