સુરત : રત્નકલાકારોની ધીરજ ખૂટી, શું છે ડાયમંડ વર્કરોની માંગ? કેમ ટેક્સટાઈલ વેપારીઓ છે મૂઝવણમાં?

સુરત : રત્નકલાકારોની ધીરજ ખૂટી, શું છે ડાયમંડ વર્કરોની માંગ? કેમ ટેક્સટાઈલ વેપારીઓ છે મૂઝવણમાં?
ફાઈલ ફોટો

રત્નકલાકારોની કોઈ જ મદદ કરવામાં નહીં આવે તો રત્ન કલાકારો રોડ ઉપર આવી જશે. સરકારે કારીગરોની ધીરજની કસોટી હવે નહીં કરવી જોઈએ

  • Share this:
આજે સુરત, રાજકોટ અને ભાવનગર તથા મહુવાના રત્ન કલાકારોને મદદ કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં એવી માંગણી કરાઈ છે કે, હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોને લોકડાઉનનો પગાર ચૂકવવામાં આવે અને દરેક રત્ન કલાકારોને સરકાર દ્વારા કેસડોલ ચૂકવવામાં આવે તથા નાના-નાના કારખાનાઓમાં કામ કરતા રત્ન કલાકારોને મદદ કરવા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે.

યુનિયનના ભાવેશ ટાંકે કહ્યું કે, બે મહિનાથી રોજગારીથી વંચિત રત્ન કલાકારોને જો લોકડાઉનનો પગાર આપવામાં નહીં આવે અને રત્ન કલાકારોને સરકાર દ્વારા પણ કોઈ જ મદદ કરવામાં નહીં આવે તો રત્ન કલાકારો રોડ ઉપર આવી જશે. સરકારે કારીગરોની ધીરજની કસોટી હવે નહીં કરવી જોઈએ. આટલા દિવસ તો રત્ન કલાકારો અમારા કહ્યા મા રહ્યા છે પણ હવે જો સરકાર અને માલિકો કારીગરો ને મદદ નહીં કરે તો અમારી પણ ધીરજ પુરી થઈ જશે.હાલમાં કારખાના બંધ હોવાને કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો પોતાના વતન જતા રહ્યા છે, અને આ તમામ લોકો આગામી લાંબા સમય સુધી પરત આવવાના પણ નથી. જેથી આ તમામ લોકો પોતાના વતનમાં પોતાનું જીવન નીર્વાહ સારી રીતે કરી શકે અને યોગ્ય સમયે પરત આવે તે માટે તેમનું વિચારવું જરૂરી છે. આગામી દિવસો માં શરૂ થશે તો પણ મોટા કારખાના જેમાં ગણતરીના રત્નકલાકારો કામ કરે છે. પરંતુ નાના કારખાના શરૂ થાય તેમજ માર્કેટમાં દલાલી શરૂ થાય તેનો કોઇ અણસાર દેખાતો નથી. જેતી રત્નકલાકારોને આ કપરા સમયમાં સહકાર આપવો જરૂરૂ છે.

કન્ટેઇન્ટમેન્ટ ઝોનને લઇને વેપારીઓની મંજુવણ, ટેક્ષટાઇલ વેપારીઓએ 169 માર્કેટોની યાદી મનપાને મોકલી

મંગળવારે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના આગેવાનો સાથે પાલિકા કમિશનર બી.એન.પાની સાથે મિટીંગ મળી હતી, જેમાં નોન-કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં આવેલા ટેક્સટાઈલ માર્કેટ કાર્યરત કરવા સૂચન તો આપવામાં આવ્યું હતું. જોકે, માર્કેટો કન્ટેઈન્ટમેન્ટ કે નોન-કન્ટેઈન્ટમેન્ટમાં છે તેની મુંઝવણ વેપારીઓમાં હતી. જેને પગલે બુધવારે ફોસ્ટાએ પાલિકાને 169 માર્કેટોનું લિસ્ટ આપી તેને ઝોન પ્રમાણે માર્કિગ કરી આપવા માંગ કરી હતી.

ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ જણાવે છે કે, પાલિકા કમિશનર સાથે મંગળવારે મિટીંગ છતાં પોતાની દુકાનવાળી માર્કેટ ક્યા વિસ્તારમાં આવે છે તેની મુંઝવણ ટ્રેડર્સમાં હતી. દુકાનો-માર્કેટો ખોલવાને લઈને વારંવાર પુચ્છા થઈ રહી હતી. જેને પગલે બુધવારે 169 માર્કેટોનું લિસ્ટ પાલિકાને આપી, ઝોન વાઈઝ માર્કિગ કરી આપવા માટે માંગણી કરી હતી. જેમાંથી 144 માર્કેટોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાંથી 12 ટેક્સટાઈલ માર્કેટ ગ્રીન ઝોનમાં બતાવાય છે, જ્યારે બાકીની માર્કેટો રેડઝોનમાં હોવાથી તે ખૂલી શકશે નહીં. જોકે, મોટાભાગની માર્કેટો તા.31 મે સુધી નહીં ખોલવાનો વેપારી વર્ગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘણાં વેપારીઓ એવા છે કે, જેઓ સારોલીની જેમ પોતાની દુકાનોને સેનિટાઈઝ કરાવવા ઉપરાંત એકાઉન્ટ સંબંધી કામ પૂર્ણ કરવા માટે માંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા બે કલાક સુધી તમામ વેપારીઓને સમજાવ્યા હતા. પરંતુ તેમ છતા વેપારીઓના આકરા સ્વભાવને કારણે હવે ખો મનપા પર નાખી આપ્યો છે. કે અમને માર્કીંગ કરી આપો મનપા દ્વારા આખા શહેરની કામગીરી કરવામાં આવે છે. કલ્સ્ટરમાં પણ તમામ એરીયા આપી દેવામાં આવ્યા છે. તેમ છતા વેપારીઓ દ્વારા મનપા પર દબાણ કરવામાં આવ્યું છે
Published by:News18 Gujarati
First published:May 20, 2020, 22:40 pm

ટૉપ ન્યૂઝ