સુરતઃ ભાઈની વર્દી પહેરી રોફ જમાવવા નીકળ્યો ડુપ્લિકેટ ફોરેસ્ટ ઓફિસર પછી થઈ જોવા જેવી


Updated: January 19, 2020, 6:42 PM IST
સુરતઃ ભાઈની વર્દી પહેરી રોફ જમાવવા નીકળ્યો ડુપ્લિકેટ ફોરેસ્ટ ઓફિસર પછી થઈ જોવા જેવી
પ્રતિકાત્મક તસવીર

સ્થાનિકોએ ઝડપી લીધેલા યુવાનની તપાસ કરતા તે યુવાને ફોરેસ્ટ ઓફિસરનો ડ્રેસ પહેરેલો હતો. તેની નેમ પ્લેટ ઉપર જૈનીશ પી. શાહ ફોરેસ્ટર લખેલું હતું.

  • Share this:
સુરતઃ સુરતના (surat) કતારગામ વિસ્તારમાં એક યુવાન ફોરેસ્ટ ઓફિસરનો (Forrest Officer)યુનિફોર્મ પહેરી લોકો વચ્ચે રોફ જમાવવાનો પ્રયાસ કરતા સ્થાનિક લોકોએ ડુપ્લિકેટ ફોરેસ્ટ ઓફિસરને ઝડપી પાડી કતારગામ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની પાસેથી ડુપ્લિકેટ આઇકાર્ડ અને વરધી કબજે કરી હતી.

મળતી માહિતી પ્રમાણે કતારગામ પીસીઆર 27ને કંટ્રોલ રૃમમાંથી સંદેશો મળ્યો હતો. કે જનતાનગર પાળા ઉપર ડુપ્લિકેટ પોલીસવાળો પકડાયો છે. આથી પોલીસ ત્યાં પહોંચી હતી અને સ્થાનિકોએ ઝડપી લીધેલા યુવાનની તપાસ કરતા તે યુવાને ફોરેસ્ટ ઓફિસરનો ડ્રેસ પહેરેલો હતો.

આ પણ વાંચોઃ-Airtelનો નવો પ્લાન, રૂ.179માં અનલિમિટેડ કોલની સાથે મળશે 2 લાખનો વીમો

તેની નેમ પ્લેટ ઉપર જૈનીશ પી. શાહ ફોરેસ્ટર લખેલું હતું. પોલીસે તેની પુછપરછ કરતા તેની ઓળખ કામરેજ સીતારામ ચોક આસોપાલવ સોસાયટી વિભાગ 2 ઘર નં.146 માં રહેતા 30 વર્ષીય જૈનીશ પ્રવિણચંદ્ર શાહ તરીકે થઇ હતી.

આ પણ વાંચોઃ-1 લાખથી વધારે કિંમતનો છે સ્માર્ટ પંખો, TVની જેમ કરશે કામ, જુઓ તસવીરો

ફોરેસ્ટરનો યુનિફોર્મ પહેરવા અંગે પોલીસે પૂછતાં જૈનીશે જણાવ્યું હતું કે કતારગામ જનતાનગર પાળા ઉપર રહેતા પશુપાલક સાથે પાડોશીનો ઝઘડો થતા સમાધાન કરાવવા ફોરેસ્ટ ઓફિસરનો યુનિફોર્મ પહેરી આવ્યો હતો.આ પણ વાંચોઃ-શાનદાર Oppo F15 લોન્ચ થયો, ખરીદવા ઉપર મળશે રૂ.2000 સુધી કેશબેક

તેણે પોલીસને જણાવ્યું હતું કે આ યુનિફોર્મ વર્ષ અગાઉ મૃત્યુ પામેલા અને વ્યારા ખાતે ફરજ બજાવતા તેના પિતરાઈ ભાઈ દીપેશ રમેશભાઈ શાહનો છે. પોલીસે તેની પાસેથી ડુપ્લિકેટ આઈકાર્ડ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
First published: January 19, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading