સુરત: બે મિત્રો પર જીવલેણ હુમલો, બાલા ભરવાડ સહિત આઠ લોકો તલવાર, ધોકા લઈ તૂટી પડ્યા


Updated: September 12, 2020, 7:54 PM IST
સુરત: બે મિત્રો પર જીવલેણ હુમલો, બાલા ભરવાડ સહિત આઠ લોકો તલવાર, ધોકા લઈ તૂટી પડ્યા
પ્રતિકાત્મક તસવીર

અગાઉના ઝઘડા અને ધમકીના વિડીયો હોવાથી તેની અદાવત રાખી છાતી, માથા, હાથ પગ સહિત શરીરના ભાગે ઉપરા છાપરી ઘા માર્યા

  • Share this:
સુરત : કાપોદ્રા બુટભવાની રોડ પર જુની અદાવતમાં એક પાનના ગલ્લાવાળા સહિત બે ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા એલ.એચ.રોડ વર્ષા સોસાયટીમાં રહેતા મૂળ ગીર સોમનાથના ઉનાના એભલવડ ગામના વતની ૨૨ વર્ષીય પ્રકાશ ઉર્ફે રાહુલ ઉર્ફે ઘોદો મનુભાઈ બાંભણીયા ઘનશ્યામ નગરમાં મહાકાલ પાનનો ગલ્લો ચલાવે છે. પ્રકાશ તા ૧૦મીના ગુરુવારના રોજ સાંજે વાગ્યે તેના મિત્ર નરેન્દ્ર ઉર્ફે નાનો ભરવાડ સાથે તેના મિત્ર ખુશાલ ઉર્ફે માધુરીની મોટરસાયકલ લઈને પાનના ગલ્લાની વસ્તુઓ લેવા માટે કામરેજ ખાતે ગયા હતા.

આ પણ વાંચો - સુરત : નાની ઉંમરના પ્રેમી પંખીડાનો આપઘાત, 'પ્રેમ કહાનીની ખબર હોત તો લગ્ન કરાવી દેત'આ સમયે પરત ઘરે જતી વખતે કાપોદ્રા બુટભવાની રોડ રામજી મંદિર નજીક બાલ કરશન ભરવાડે રાહુલ એમ કહી બુમ પાડી હતી, જેથી પ્રકાશ અને તેના મિત્ર નરેન્દ્ર ઉભા રહ્ના હતા, તે દરમિયાન બાલા ભરવાડ, બુધા ભરવાડ, દેવા રાણા, ધવલ કસોટીયા, તેનો ભાઈ તેમજ બે અજાણ્યાઓઍ તલવાર, છરા, પાઈપ અને ધોકા લઈને તુટી પડ્યા હતા. પ્રકાશ પાસે અગાઉના ઝઘડા અને ધમકીના વિડીયો હોવાથી તેની અદાવત રાખી છાતી, માથા, હાથ પગ સહિત શરીરના ભાગે ઉપરા છાપરી ઘા માર્યા હતા જયારે નરેન્દ્રને પગ સહિતના ભાગમાં ધા મારી ઈજા પહોંચાડી હતી.
અરોપીઓ મારતા હતા તે દરમિયાન ત્યાંથી પસાર થતી પોલીસ વાન આવી જતા આરોપીઓ ભાગી ગયા હતા. પોલીસ પ્રકાશને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા, ત્યાંથી તેના મિત્ર ખુશાલ અને સમીર ત્યાં આવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે પ્રકાશની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: September 12, 2020, 7:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading