સુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી! તાપી નદી બે કાંઠે વહેશે


Updated: September 20, 2020, 10:11 PM IST
સુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ફરી સુરતની ચિંતા વધી! તાપી નદી બે કાંઠે વહેશે
હાલમાં પ્રશાસન દ્વારા કોઇ પણ રીસ્ક લેવામાં આવનાર નથી. જેથી જેટલું પાણી ઉકાઇ ડેમમાં આવશે એટલું પાણી તાપી નદિમાં છોડાવમાં આવશે. જેથી જો મોડી રાત સુધી ઇન્ફલો વધશે તો આઉટ ફલો પણ વધારવામાં આવશે.

હાલમાં પ્રશાસન દ્વારા કોઇ પણ રીસ્ક લેવામાં આવનાર નથી. જેથી જેટલું પાણી ઉકાઇ ડેમમાં આવશે એટલું પાણી તાપી નદિમાં છોડાવમાં આવશે. જેથી જો મોડી રાત સુધી ઇન્ફલો વધશે તો આઉટ ફલો પણ વધારવામાં આવશે.

  • Share this:
સુરત : ચોમાસાની ઋુતુ પુરી થવાને આરે આવી છે જે વચ્ચે ગઈકાલે દક્ષિણ ગુજરાતની સાથે તાપી નદીના ઉપરવાસમાં આવેલા ગેજ સ્ટેશન વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ ઝીકાયો હતો. રાત્રે ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક છે ત્યારે આ પાણીનો સંગ્રહ કરવા માટે તંત્ર દ્વારા સાંજે ડેમના દરવાજા ખોલીને તેની સામે 1 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાયો છે કારણ કે ડેમ 96 ટકા જેટલો ભરાઇ ગયો છે. જેથી લાંબા સમય બાદ ફરી તાપી નદી બંને કાઠે થશે,. હાલમાં રાત્રે આઠ વાગે ઉકાઈ ડેમની સપાટી ૩૪૩.૫૨ ફુટે છે .

સુત્રોના જણાવ્યા મુજબ ઉકાઈડેમની સપાટી આજે 8 વાગ્યે ૩૪૩.૫૨ ફુટ છે અને ડેમની ભયનજક સપાટી ૩૪૫ ફુટ છે. હાલમાં ડેમ ૯૬ ટકા ભરાઈ ગયો છે. તે વચ્ચે ગઈકાલે તાપીનદીના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ થયો હતો. ૩૩૭ મી,મીની આસપાસ વરસાદ નોધાયો છે અને હાલમાં સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ હોવાનું કહેવાય છે.


ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક તંત્રવાહકોને ચિંમાં વધારો થયો છે. કારણ કે ઉકાઈડેમની સપાટી ૩૪૩ .૫૨ ફુટ છે અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે સાંજ સુધીમાં ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક છે ત્યારે તંત્રવાહકો દ્વારા ડેમમાં આવનાર પાણીની જગ્યા કરવા માટે હાલમાં ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થામાં વધારો કરી સાંજે વિપુલ પ્રમાણમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ફરી એકવાર તાપી નદી બંને કાઠે વહેવા લાગશે.

આ પણ વાંચોસુરત: મહિલા ભાજપા કાર્યકર્તાની દાદાગીરીનો Video વાયરલ, મનપાના સ્ટાફ પર કર્યો હુમલો

હાલમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં 1લાખ કયુસેક પાણી છોડાવવામાં આવી રહાયું છે. જેટલા પાણીની આવક હાલમાં ઉકાઇ ડેમમાં છે તે પ્રમાણ પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં પ્રશાસન દ્વારા કોઇ પણ રીસ્ક લેવામાં આવનાર નથી. જેથી જેટલું પાણી ઉકાઇ ડેમમાં આવશે એટલું પાણી તાપી નદિમાં છોડાવમાં આવશે. જેથી જો મોડી રાત સુધી ઇન્ફલો વધશે તો આઉટ ફલો પણ વધારવામાં આવશે. જેથી તાપી નદિના જળ સ્તરમાં સતત વધારો નોધાશે.
Published by: kiran mehta
First published: September 20, 2020, 10:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading